ગાંધીનગર: ક્લાર્કની પરીક્ષામાં હાર્દિક પટેલ અંગે પુછાયો પ્રશ્ન, જાણી તમને પણ થશે અચરજ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગર: ક્લાર્કની પરીક્ષામાં હાર્દિક પટેલ અંગે પુછાયો પ્રશ્ન, જાણી તમને પણ થશે અચરજ

ગાંધીનગર: ક્લાર્કની પરીક્ષામાં હાર્દિક પટેલ અંગે પુછાયો પ્રશ્ન, જાણી તમને પણ થશે અચરજ

 | 7:29 pm IST

હાર્દિક પટેલના ઉપવાસનો મુદ્દો ભાજપ શાસિત ગાંધીનગર મહાનગરપાલિકાની ક્લાર્કની પરીક્ષામાં પણ ચર્ચાયો હતો. આજે રાજ્યના ૨૧૨ કેન્દ્રો પરથી લેવામાં આવેલી ક્લાર્કની પરીક્ષામાં ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને ક્યા રાજકિય નેતાએ પાણી પિવડાવ્યુ ? તેવો પ્રશ્ન પ્રશ્નપત્રમાં પુછવામાં આવ્યો હતો. પરીક્ષામાં ઉપરોક્ત પ્રશ્ન પુછાતા દોઢ લાખ વિદ્યાર્થીઓમાં તે ચર્ચાસ્પદ રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આ પરીક્ષા જીટીયુ દ્વારા હેન્ડલ કરવામાં આવી હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ જીટીયુ દ્વારા સેટ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ક્લાર્કની ૫૦ જગ્યા માટે ૧.૫૪ લાખ ફોર્મ ભરાયા હતા. જેમાં ૭૫ ટકા પરિક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. રાજ્યભરમાં ૨૧૨ કેન્દ્રો પરથી ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પ્રશ્નપત્રમાં મોટાભાગે જનરલ નોલેજના પ્રશ્નો હતા.

પરિક્ષાર્થીઓના મતે પ્રશ્નપત્ર સહેલુ અને સરળ હતું. પરંતુ ૩૪ નંબરના પ્રશ્ને ચર્ચા જગાવી હતી. પરીક્ષામાં એવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, તાજેતરમાં અમદાવાદમાં ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને ક્યાં રાજકિય નેતાએ પાણી પીવડાવ્યુ ?. ઉત્તરમાં ચાર ઓપ્શન આપવામા આવ્યા હતા. જેમાં શરદ યાદવ, લાલુપ્રસાદ યાદવ, શત્રુધ્ન સિંન્હા અને વિજય રૃપાણી. ઉપરોક્ત પ્રશ્ન જે પરીક્ષામાં પુછાયો તે ગાંધીનગર મહાનગરપાલિકાની હતી. આ મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે.