અમદાવાદ સહિત ગુજરાતમાં આ તારીખે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ સહિત ગુજરાતમાં આ તારીખે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ સહિત ગુજરાતમાં આ તારીખે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

 | 11:41 am IST

અમદાવાદ સહિત ગુજરાતમાં 8થી 10 જૂન દરમિયાન વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતા હતી. જોકે હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસુન એક્ટિવિટીમાં વિલંબ ઊભો થયો છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25મી જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે 20 જૂન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોનસુન એડવાન્સ હોવાથી 8થી 10મી જૂન વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી અને 10થી 12 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હતી. જોકે વાતાવરણમાં ઉપર લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતાં હવે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25 જૂન વચ્ચે વરસાદ પડે તેવી શક્યતા છે જેથી ચોમાસુ અઠવાડિયું મોડું આવશે.

12થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપ સાથે પવન ફૂંકાશે તેવું જાણવા મળ્યું છે. તેમજ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ 20 જૂન પછી ધીમે ધીમે ચોમાસુ આગળ વધશે.જોકે અમદાવાદના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. 1થી 15 જુલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની થવાની શક્યતા છે.