ભારતમાં ભાગ્યે જ જોવા મળતા ડાબી સૂંઢવાળા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ સ્થળે - Sandesh
  • Home
  • Gujarat
  • ભારતમાં ભાગ્યે જ જોવા મળતા ડાબી સૂંઢવાળા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ સ્થળે

ભારતમાં ભાગ્યે જ જોવા મળતા ડાબી સૂંઢવાળા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ સ્થળે

 | 12:05 pm IST

ઉત્તર ગુજરાતએ પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ છે. ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો છે જેના અવષેશ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે. જેમાં ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર, સિદ્ધપુરમાં રૂદ્રમહાલય તથા વડનગરમાં કીર્તિ તોરણ, ઐઠોરમાં ડાભી સુંઢવાળા શ્રી ગણપતિદાદાનું ઐતિહાસિક મંદિર જેવા ધર્મસ્થાનો દેશભરના શ્રદ્ધાળું માટે આસ્થાનપં કેન્દ્ર છે.

ગુજરાતભરમાં પ્રખ્યાત એવા શ્રી ગણપતિ દાદાનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલ ઐઠોરમાં શ્રી ગણપતિદાદાનું ભવ્ય મંદિર અને શિલ્પકલાના નમુના રૂપ છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ નથી. પરંતુ રેણું (માટી)માંથી બનાવેલ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુરને ઘીનો લેપ(ચોળો) લગાવામાં આવે છે. ભારત ભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે.

સોલંકી કાળના શ્રી ગણેશ મંદિર વિશે વિવિધ દંતકથાઓ પ્રચલિત છે, આ ગણપતિ મંદિરના પરિસરમાં જમણી બાજુએ ઢળી ગયેલું પ્રાચીન વિષ્ણુ મંદિર આવેલું છે જેની મૂળ પ્રતિમા અસ્તીત્વમાં નથી કહેવાય છે કે વણલખ્યો પણ તદ્દન સાચો ઈતિહાસ એટલે દંતકથાઓ. ત્યારે આ મંદિર સાથે પણ જોડાયેલ દંતકથા પ્રમાણે આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારંણ પ્રસંગે અહીં પૂજન કર્યા બાદ જ તેઓં આગળ વધતા.

દંતકથા
પ્રાચીના કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓની જાન જોડાઈ હતી પરંતુ વાકી સૂંઢવાળા અને દુદાળા ગણેશજી તેમના વિચિત્ર દેખાવને કારણે તેમને આમંત્રણ નહોતું આપ્યું. ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા. આ ધટના બનવાનું. કારણ સમજાતાં દેવોઓં ગણેશજી ને માનવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતા ઓં પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા.

આ પ્રસગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વેચી હતી. આજે આ દંતકથાના ભાગ રૂપે ગોથીયું તળાવ કહેવામાં આવે છે અને ઘોડા-બળદ બાંધ્ય હતા તેને ગમાંણીયું તળાવ એમ બને તળાવ હાલ ગામમાં મોજુદ છે. આ સિવાય નદી કિનારે 33 કરોડ દેવતાઓંનું નાનકડું મંદિર આવેલું છે દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો. જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકરએ ગણેશજી ને અહી ઠેર કહેવાનું કહ્યું હતું આ શિવજીના અહી ઠેર શબ્દો ઉપરથી આજના ઐઠોર ગામની વ્યુંતપ્તી થઇ હોવાનું મનાય છે. ગણેશજી ઐઠોર રોકાયાથી શિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા હતા પરંતુ થોડે દૂર ગયા બાદ માતા પાર્વતીજીને પોતાના દીકરાને મુકીને જાનમાં જવાની અનિચ્છતા થતા તેઓં ઊંઝામાં રોકાઇ ગયા હતાં. જ્યાં આજે ઉમિયા માતાજીને સ્થાનક છે જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગળ વધવાનું ન ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકાઇ ગયા હતા જ્યાં આજે પણ કાર્તિકેયજીનું મંદિર હયાત છે.

જયારે ઉત્તર ગુજરાતના લોકો સાહિત્ય અને મંદિર સ્થાપત્યના અભ્યાશું ડો. અમૃત પટેલના મત અનુસાર ઐઠોરના આ ગણેશ મંદિર નું નિર્માણ કોને કર્યું હશે તેના કોઈ પુરાવા મળતા નથી કે તેનું પ્રમાણ આપતા કોઈ શિલાલેખ કે આધારભૂત કથા પણ ઉપલબ્ધ નથી પરંતુ મૂર્તિવિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર 11 મી સદી માં નિર્માણ પામ્યું હોવાનું અનુમાન કરી શકાય છે. વિક્રમ સવંત 1356 માં આલ્લાઉદ્દીન ખીલજીએ આક્રમણ કરીને ઉતર ગુજરાતના મોટા ભાગના મંદિરોનો ધ્વસ્ત કર્યો હતો. તે વેળા એ આ મંદિરના યક્ષો, ગંધર્વો, દેવ-દેવીઓં, કિન્નરો, કોચકો, નર્સ્તર વગેરે સહીત તમામે તમામ ભાગોને ખંડિત કરાયા હતા.