The rat gave birth to a baby in a packet of puri Video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘છી..છી..છી..’ પકોડીની પુરીના પેકેટમાં જ ઉંદરે બચ્ચાને જન્મ આપ્યો, VIDEO જોઈ ચીતરી ચડશે

‘છી..છી..છી..’ પકોડીની પુરીના પેકેટમાં જ ઉંદરે બચ્ચાને જન્મ આપ્યો, VIDEO જોઈ ચીતરી ચડશે

 | 11:15 am IST

પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ હજું પાણીપુરી વાળાઓને નફામાં કોઈ ખોટ આવી હોય એવું જોવા નથી મળતું.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જુનો છે કે નવો તેની કોઈ માહિતી મળી નથી. તેમજ કંઈ જગ્યાનો કે પછી કયા રાજ્યનો છે એ વાત પણ અજાણ છે. પરંતુ તમે જોઈ શકો છો કે પુરીના પેકેટમાંથી નવજાત ઉંદરનું બચ્ચું નીકળે છે.

ઉંદરે પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યાં કોઈ ગ્રાહક પાણીપુરી ખાવા ગયો હતો અને તેણે આ દૃશ્ય જોયું એટલે તરત વીડિયો ઉતારી લીધો અને વાયરલ કરી દીધો. સ્વાભાવિક છે કે બધા પાણીપુરી વાળા સરખા નથી હોતા કે બધી જગ્યાએ આવી લાપરવાહી પણ નથી હોતી. પરંતુ ખાનાર વ્યક્તિએ તો દરેક જગ્યાએ ચેતીને ચાલવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન