રાશન માત્ર બીપીએલ કાર્ડ ધારકોને મળતાં મુન્દ્રાના લોકોમાં નારાજગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • રાશન માત્ર બીપીએલ કાર્ડ ધારકોને મળતાં મુન્દ્રાના લોકોમાં નારાજગી

રાશન માત્ર બીપીએલ કાર્ડ ધારકોને મળતાં મુન્દ્રાના લોકોમાં નારાજગી

 | 2:00 am IST
  • Share

ગઈકાલથી શરૃ થયેલી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગતના રાશન વિતરણના બીજા દિવસે પણ લોકોની ભીડ જોવા મળી હતી. તાલુકામાં નોંધાયેલા ૧પ,૮ર૩ કાર્ડ ધારકો પૈકી પ્રથમ દિવસે ૪૪૪પ લોકોને રાશન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જે નોંધાયેલા કાર્ડ પૈકીના ૩૦ ટકા થવા જાય છે. સરકારે આપેલી જાહેરાતમાં તમામ કાર્ડ ધારકોને પુરવઠો મળશે તે આશાએ લોકો રાશનશોપ પર પહોંચી જાય છે. પ્રશાસને બાદમાં એપીએલ સહિતની કેટેગરીની બાદબાકી કરતા લોકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. દરમ્યાન વિતરણ વ્યવસ્થાના બીજા દિવસે તાલુકાના ભદ્રેશ્વર તથા બારોઈ મધ્યેની દુકાનો મધ્યે ઘઉં અખાદ્ય જણાતા વિક્રેતાએ પુરવઠા મામલતદાર મલેકનું ધ્યાન દોરતા એ પુરવઠો સ્થગિત કરી બીજા પુરવઠાની ફાળવણી કરવામાં આવી હતી. શહેરના એક ચોક્કસ વિક્રેતા દ્વારા અપાતા પુરવઠામાં ઘટની ફરિયાદ ઉદ્ભવતા પુરવઠા મામલતદારે લીધેલી સરપ્રાઈઝ વિઝિટની તપાસ દરમ્યાન કશું બહાર આવ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન