The RBI was surprised at the first quarter's GDP figures, revisiting the figures
  • Home
  • Business
  • RBIને પ્રથમ ક્વાર્ટરના GDP આંકડા પર થયુ હતું આશ્ચર્ય, આંકડાઓની ફરી કરી હતી સમીક્ષા

RBIને પ્રથમ ક્વાર્ટરના GDP આંકડા પર થયુ હતું આશ્ચર્ય, આંકડાઓની ફરી કરી હતી સમીક્ષા

 | 8:47 pm IST

પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. પરંતું ભારતીય રિઝર્વ બેંક (RBI)ને વિશ્વાસ નથી આવી રહ્યો. જીડીપીમાં આટલો મોટો ઘટાડાથી એટલું આશ્ચર્ય થાય છે કે, તેને પોતાના પૂર્વાનુમાનથી પૂન: સમિક્ષા પણ કરવી પડી. આરબીઆઇ ગવર્નરએ કહ્યું કે અમે જીડીપી દરના 5.8 પર રહેવાનું અનુમાન હતુ પરંતુ આ માત્ર 5 ટકા જ રહ્યું, જે અમારા આંકલનથી ખુબ જ દૂર છે.

આરબીઆઇ ગવર્નરે કહ્યું, વાસ્તવિક આર્થિક વિકાસ દરના અમારા અનુમાનથી આટલા દૂર રહેવાનું કારણથી અમારે આ વાતની સમિક્ષા કરવી પડી કે આંકલનમાં અમે ક્યાં ચૂક કરી. જેના કારણે અમે ખોટા સાબિત થયા. તેમણે કહ્યું,અમે હવે જીડીપીનું ખુબ જ જીણવટ પૂર્વક નિરિક્ષણ કરી રહ્યા છીએ . મોંઘવારી દરનું અમારૂ આંકલન હવે વાસ્તવિક આંકડાથી લગભગ નજીક છે. માર્જિન ઓફ એરર ઉલ્લેખનીય રૂપે ઘટ્યું છે. અમે જીડીપી આંકલન પણ તદ્દન યોગ્ય રૂપે કરવા માંગીએ છીએ.

આરબીઆઇ ગવર્નરે વધુમાં કહ્યું, વિકાસ દરમાં આવનારી સુસ્તીની સમય-સીમા બતાવી શકાય નહી. તેમણે કહ્યું, અમારે બીજા ક્વાર્ટરના આંકડા જોઈએ અને તેને જોવું પડશે કે આર્થિક સુસ્તી આગળ યથાવત છે કે નહી. જોકે દાસે કહ્યું કે, આરબીઆઇએ આર્થવ્યવસ્થામાં આવેલ સુસ્તીને ફેબ્રુઆરીમાં જ ઓળખી લીધી હતી. જેના પછી અમે નિતિગત વ્યાજદરોમાં 25 આધાર અંક (0.25%)નો કાપ મૂક્યો હતો.

તેમણે કહ્યું,’અમે ઓગસ્ટમાં ગ્રોથને ઉચ્ચ પ્રાથમિક્તા આપી હતી. તેના પછી અમે તે પરિણામ પર પહોંચ્યા કે અર્થવ્યવસ્થાને થોડી વધારે બૂસ્ટ કરવાની જરૂર છે. માટે અમે ઓગસ્ટમાં નીતિગત વ્યાજદરોમાં 35 આધાર અંકો (35%)નો કાપ મૂક્યો.’ દાસે બેંકોના રિટેલ લોનને એક્સટર્નલ બેંચમાર્કિંગ સાથે જોડવાના આરબીઆઇના દબાણનો બચાવ કર્યો. તેમણે કહ્યું,’અમે તેમના પણ એવું દબાણ નથી કર્યું કે તેમને વ્યાજદર કેટલું રાખવું છે. અમને તેમની સ્વાયતતામાં કોઈ દખલ આપતા નથી અને તેમની પાસે કોઇ મુશ્કેલી છે તો અમે તેને સાંભળવા અને તેનું સમાધાન કરવા માટે હંમેશા તૈયાર છીએ.’

આરબીઆઇ ગવર્નરે કહ્યું,’આર્થિક ગતિવિધિઓ પર ખુબ જ નજીકથી નજર રાખવામાં આવશે. કારણ કે, નાણા મંત્રાલય દ્વારા ઓટોમોબાઇલ, રિયલ એસ્ટેટ તથા અન્ય સેક્ટર્સ માટે કરવામાં આવેલ ઘોષણાઓથી રિકવરીને સહાયતા મળવાની આશા છે.’

આ વીડિયો પણ જુઓ: PM મોદીના જીવન – કવન પરની પ્રદર્શનીનું ઉદ્ધાટન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન