The reason for not being aroused is more mental than physical
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • ઉત્તેજના ન થવાનું કારણ શારીરિક કરતા માનસિક વધુ હોય છે

ઉત્તેજના ન થવાનું કારણ શારીરિક કરતા માનસિક વધુ હોય છે

 | 12:30 am IST
  • Share

 તારા વિચારો જ તારી મૂળ સમસ્યાનું કારણ છે, તું જેટલું વધારે વિચારીશ એટલો જ વધારે પરેશાન થઇશ, એટલી જ સમસ્યા વધશે, આ વાત હું તને કેટલી વાર કહું? તું સમજતો જ નથી મારી વાત, વળી તું હું શું વિચારતી હઇશ એ પણ જાતે જ વિચારી લઇશ તો તકલીફ વધશે જને? કમ સે કમ હું જે કહું છું એ તો માન. રીયા સતત બોલતી હતી, તે પોતાના મંગેતરને એક વાત લગભગ કલાકથી સમજાવી રહી હતી, પણ હર્ષ સમજતો જ નહોતો. અંતે રીયાએ થોડું કામ આવી ગયું હોવાનું બહાનું કાઢીને ફોન કટ કર્યો. તેણે તેની એક ગાયનેક મિત્રને કોલ લગાવ્યો.  

 હર્ષ અને રીયાની સગાઈ થયાને એક વર્ષ થઇ ગયું હતું. હર્ષ મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતો હતો. કમાણી ખૂબ જ સારી હતી, સગાઇ થઇ ગયા પછી બંનેના પરિવારને છ મહિનામાં જ લગ્ન કરાવી દેવાં હતાં, પણ હર્ષને કંપનીના કામે ફોરેન જવાનું નક્કી થયું હોવાથી બંનેનાં લગ્ન પાછાં ઠેલાયાં હતાં. એમાં વળી વચ્ચે કોરોના આવી ગયો, તેથી લગ્ન અને ફોરેન જવાનું બંને વધારે સમય પાછું ઠેલાયું. આ સમય દરમિયાન રીયા અને હર્ષ ઘણી વાર મળ્યાં. બંનેએ શારીરિક સંબંધ પણ માણ્યા. બંનેના સંબંધો ખૂબ જ હેલ્ધી હતા. જન્માષ્ટમીની રજાઓમાં હર્ષ રીયાને મળવા આવ્યો ત્યારે પહેલી વાર એવું બન્યું કે બંનેએ સેક્સ માણ્યું ત્યારે હર્ષને ઇરેક્શનમાં સમસ્યા થઇ. મૂળ એ દિવસે તે થાક્યો હતો, વળી તેને અમેરિકા જવાનું ફાઇનલ થઇ ગયું હતું, બંને આગામી ૬ મહિના સુધી મળી નહોતાં શકવાનાં, તેથી થોડું ટેન્શન, દુઃખ, તકલીફ બધું એકસાથે હોવાથી પહેલી વાર એવું બન્યું કે હર્ષને ઇરેક્શન થયું જ નહીં. જોકે બંનેએ બીજા દિવસે પણ સેક્સ માણવાની શરૃઆત કરી, તે દિવસે પણ હર્ષને એ જ પ્રોબ્લેમ થયો. બીજા દિવસે પણ આવું થયું તેથી હર્ષ ટેન્શનમાં આવી ગયો હતો. તેની અંદર પર્ફોર્મન્સ પ્રેશર આવી ગયું હતું. ત્રીજે અને ચોથે દિવસે પણ હર્ષને આ સમસ્યા થઇ. ચોથા દિવસે તે ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. આ ટેન્શનમાં જ તે રીયાને બાય કહીને પોતાના ઘરે ગયો. તે પોતાના ઘરે તો જતો રહ્યો પણ તેની અંદરથી આ ચિંતા જતી નહોતી. આ ચિંતાને કારણે તેની અંદર બીજી ચિંતા પણ પ્રવેશી હતી. હર્ષને એમ લાગવા માંડયું કે પોતાને કોઇ સમસ્યા હશે એવું વિચારીને ક્યાંક રીયા તેને છોડી દેશે તો? તેથી શરૃઆતમાં તો તેણે રીયા સાથે વાત કરવાની ઓછી કરી દીધી, રીયાના બહુ પૂછવા બાદ તેણે ખરેખર તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જણાવ્યું.  

રીયાએ પોતાની અને હર્ષની સમસ્યા પોતાની ગાયનેક મિત્રને જણાવી, તેણે તેને સમજાવ્યું કે ઘણી વાર વધારે પડતા વિચારોને કારણે આવું થતું હોય છે, પણ પુરુષોમાં એકથી બે વાર આવું થાય એટલે તેઓ એટલા ટેન્શનમાં આવી જતાં હોય છે કે પછીથી આ સમસ્યા લંબાતી જાય છે. એક રીતે પુરુષો ઉપર પર્ફોર્મન્સ પ્રેશર આવી જતું હોય છે, જે આ સમસ્યાને ઘટાડવાને બદલે વધારતી હોય છે. સાચું એ છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન શારીરિક કરતાં માનસિક સમસ્યા વધારે છે. જે વ્યક્તિ એ બાબતે જેટલી વધારે ચિંતિત થાય છે તેટલી જ સમસ્યા વધતી હોય છે, કારણ કે એ બાબતની ચિંતા એટલે સેક્સ સમયે પણ આવતાં વિચારોનાં મોજાં. એકથી વધારે વાર જે પુરુષને ઇરેક્શનમાં સમસ્યા આવે એટલે તેના મનમાં જ્યારે જ્યારે સેક્સ કરે ત્યારે ત્યારે એ વાતના વિચારોનાં વહાણ ચાલુ થઇ જાય, પોતાને કંઈ મોટી સમસ્યા નહીં હોયને? પોતાને સરખું ઇરેક્શન આવશે તો ખરુંને? અને જો નહીં આવે તો પાર્ટનર શું વિચારશે? શું તેને છોડી દેશે, આવા વિચારોના કારણે પુરુષ ડિસ્ટર્બ થઇ જાય છે, પરિણામે ઔઇરેક્શનની સમસ્યા વધી જતી હોય છે. માટે જેને પણ ઇરેક્શનની સમસ્યા થાય ત્યારે મનથી એટલાં મજબૂત બની જવું કે તે સમસ્યાની ચિંતા મન ઉપર હાવી ન થાય, જો તેની ચિંતા મન ઉપર હાવી નહીં થાય તો આપોઆપ ઇરેક્શન ડિસફંક્શનની સમસ્યા દૂર થઇ જશે.  ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન