the restaurant industry wants double the gst rate system
  • Home
  • Business
  • સરકાર પાસે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ GST મામલે કરી આ માંગ, ગ્રાહકોને થશે ફાયદો કે નુકસાન!

સરકાર પાસે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ GST મામલે કરી આ માંગ, ગ્રાહકોને થશે ફાયદો કે નુકસાન!

 | 2:08 pm IST

મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ અને સબવે સહિતની લગભગ 5 લાખ રેસ્ટોરન્ટની આગેવાની કરનારી નેશનલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ 12 ટકા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટનો એક વધુ ઓપ્શન માંગ્યો છે. તેનું કહેવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાની મંજૂરી ના મળી હોવાથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રેસ્ટોરા પર જીએસટી 5% લાગે છે, જેમાં ઇનપુટ ક્રેડિટની મંજૂરી નથી.

ઉલ્લેખનિય છે કે NRAI સંસ્થાએ નાણાં મંત્રાલયને લખેલ પત્રમાં કહ્યું છે કે ગત નાણાંકીય વર્ષમાં ફૂડ સર્વિસિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નહિ મળતા તેમજ 20,000 આઉટલેટ બંધ થવાના લીધે રેસ્ટોરન્ટ સેક્ટર પર ખરાબ અસર જોવા મળી રહી છે. ફૂડ સર્વિસ પ્રોવાઈડર્સ ખર્ચમાં 4 ટકા સુધીનો ઘટાડો કરવા કાચા માલની ખરીદી રજીસ્ટર્ડ ના હોય તેવા સપ્લાયર્સ પાસેથી કરવામાં આવી રહી છે.

નાણાંકીય વર્ષ 2018-19માં 20,000 રેસ્ટોરન્ટસ બંધ થવાને લીધે રેસ્ટોરન્ટસ સેક્ટરના ગ્રોથમાં 2 ટકા જેટલો ઘટાડો થયો છે. સ્વિગી, ઝમેટો જેવા ફ્રૂડ એગ્રીગેટર્સની સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે. જેનો ભાર રેસ્ટોરન્ટ ઇંડસ્ટ્રી પર આવી ગયો. આ પત્રમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહી મળવાના કારણે સરકાર વાર્ષિક 2,937 કરોડ રૂપિયાનો ટેક્સ રેવેન્યુ ગુમાવે છે.

પહેલા રેસ્ટોરન્ટસ પર આઈટીસી સાથે 18 ટકાનો જીએસટી લાગતો હતો. જેને નવેમ્બર 2017માં ઘટાડીને 5 ટકા (આઈટીસી વગર) કરવામાં આવ્યો. આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને ના આપતા ડોમિનોઝ પિઝા જેવા આઉટલેટ કંપનીઓને NAAએ દંડની નોટિસ મોકલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન