The result of the standard 10 board examination was announced today
  • Home
  • Ahmedabad
  • શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધો.10નું 60.64 ટકા પરિણામ જાહેર, 174 શાળાનું રિઝલ્ટ 0 ટકા, જાણો સમગ્ર વિગત

શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધો.10નું 60.64 ટકા પરિણામ જાહેર, 174 શાળાનું રિઝલ્ટ 0 ટકા, જાણો સમગ્ર વિગત

 | 6:56 am IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું મંગળવારે એટલે કે આજે સવારે 6 વાગ્યાથી ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓનું પ્રથમવાર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે. સૌથી વધુ સુરત જિલ્લાનું 94.66 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 47.47 ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું 14.9 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે. ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે.

રાજ્યમાં 1839 શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. ગુજરાતીનું 57.54 અને અંગ્રેજી માધ્યમનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હિંદી માધ્યમનું 63.94 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-10ના પરિણામમાં અમદાવાદની વાત કરીએ તો 65.51 ટકા આવ્યું છે, જ્યારે રાજકોટનું 64.08 ટકા પરિણામ આવ્યું છે. વડોદરાનું 60.19 ટકા પરિણામ આવ્યું છે.

આ વખતે ગ્રેડ પ્રમાણ જોઈએ તો રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 6 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાય છે. 8.40 લાખ વિદ્યાર્થીમાંથી 2.25 લાખ રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 125 જેલના કેદીઓએ પરીક્ષા આપી હતી.

બાદમાં 15મી જૂન આસપાસ વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરાશે તેવું બોર્ડના સૂત્રો જણાવી રહ્યાં છે. બોર્ડ દ્વારા તાલુકા પ્રમાણે માર્કશીટના પેકેટ તૈયાર કરવામાં આવશે. જેથી ડીઈઓ દ્વારા માર્કશીટનું તાલુકા વાર વિતરણ કરાશે. ધો.10ની બોર્ડની પરીક્ષામાં માર્ચ મહિનામાં રાજ્યના કુલ 81 ઝોનમાં લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા માટે કુલ 934 કેન્દ્રના 3,600 બિલ્ડિંગો અને 42 હજાર બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

લોકડાઉનના હિસાબે આ વખતે મૂલ્યાંકન કામગીરી એકવાર સ્થગિત કર્યા પછી ફરીથી શરૂ કરી હોવાથી થોડું લેટ થયું હતું. જોકે હાલમાં બોર્ડ દ્વારા પ્રથમ ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદમાં માર્કશીટ અપાશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નહીં હોય તેવા વિદ્યાર્થીઓના ગુણ ચકાસણી માટેના ફોર્મ પણ પાંચ દિવસ પછી ભરવાના શરૂ થશે જેની બોર્ડ દ્વારા જાહેરાત કરાશે.

જોકે આ વખતે પ્રથમ વખત ગુણ ચકાસણી અને જુલાઈમાં લેવાનાર પૂરક પરીક્ષાના ફોર્મ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. હાલમાં સાયન્સના ફોર્મ ઓનલાઇન સ્વીકારાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન