the-risk-of-Corona viruses-in-monsoon-is-high-keep-these-things-in-mind
  • Home
  • Corona
  • ચોમાસાની ઋતુમાં કોરોનાથી સાવધાન રહેજો, હાલમાં સંક્રમિત થવાનો ખતરો સૌથી વધારે

ચોમાસાની ઋતુમાં કોરોનાથી સાવધાન રહેજો, હાલમાં સંક્રમિત થવાનો ખતરો સૌથી વધારે

 | 7:14 pm IST

ચોમાસામાં વિભિન્ન પ્રકારના સંક્રમણ થવાનો ખતરો મહદઅંશે વધી જાય છે. થોડું ધ્યાન રાખવાથી તમે અને તમારો પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી શકો છો. વરસાદની ઋતુ હોય તો છે સારી પરંતુ તે ઘણી બીમારીઓને પણ સાથે લઇને આવે છે. આવામાં નાના બાળકો, કિશોરોમાં કોરોના સંક્રમણની સાથે જ નિમોનિયા અને એલર્જીનો ખતરો વધી જાય છે. જો તમે પણ કોરોના સંક્રમણથી બચવાના તમામ નુસખાઓ અપનાવી ચૂક્યા છો તો પોતાની સાથે જ બાળકોને પણ આ ઋતુની બીમારીઓથી બચવામાં સફળ રહેશો.

પ્રતિ દિવસ તાજા ભોજનનું જ ગ્રહણ કરો, ચોમાસામાં પડી રહેલું ખાવાનું ટાળો.

શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લેક ટી, ગ્રીન ટી અને વિભિન્ન પ્રકારના સૂપનું સેવન અવશ્ય કરો.

પ્રતિ દિવસ થોડી માત્રામાં સૌંફનું સેવન કરો, તેમા શિકિનમિડ એસિડ હોય છે. જે એંટિવાયરલ તરીકે કામ કરે છે.

સવારના સમયે ગરમ પાણીમાંમ લીંબૂનો રસ નાંખી પીવું સાથે જ ઘરના સભ્યોને પણ લીંબૂ પાણી પીવાનું કહો. આથી સંક્રમણથી બચવામાં મદદ મળે છે.

વિવિધ કાદ્ય પદાર્થ બનાવવા માટે સરસોનું તેલ, સીંગ તેલ, સોયાબીનનું તેલનો ઉપયોગ કરો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, રિફાઇન્ડ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવાનું ટાળો.

વિટામિન સી વિભિન્ન પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેની આપૂર્તિ માટે તમાપા આહારમાં લીંબૂ, સંતરા, મોસંબી, કેરી, પપૈયુ, શિમલા મરચું, આંબળાના અચારનો પ્રયોગ અવશ્ય કરો.

ભલે તમે ઘરમાં હોય કે બગાર કામ પર થોડા થોડા સમયે પોતાના હાથને સાબૂ-પાણીથી અથવા સેનિટાઇઝથી સાફ કરો. ઘરના લોકોને પણ આ સારી આદત અપનાવવાનું કહો. કંઇ પણ ખાતા કે બનાવતા પહેલા અથવા બનાવ્યા બાદ હાથને સાબૂ-પાણીથી સારી રીતે સાફ કરો.

આ વીડિયો પણ જુઓ : સુરત કોરોનાના ડરથી આધેડનો આપઘાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન