The satellite was launched by NASAThe satellite was launched by NASA
  • Home
  • Technology
  • Chandrayaan-2ને ચંદ્ર પર પહોંચતા લાગશે 48 દિવસ, પણ NASAના આ સેટેલાઈટને લાગ્યા હતા માત્ર…!!!

Chandrayaan-2ને ચંદ્ર પર પહોંચતા લાગશે 48 દિવસ, પણ NASAના આ સેટેલાઈટને લાગ્યા હતા માત્ર…!!!

 | 3:17 pm IST

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO)નું બીજુ મિશન Chandrayaan-2 આજે એટલે કે 22 જુલાઈ બપોરે 2.43 વાગે દેશના સૌથી તાકાતવર રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામાં આવ્યું હતુ. લગભગ 14.23 મિનિટમાં ચંદ્રયાન-2 પૃથ્વીથી 182 કિલોમીટરની ઉંચાઈથી GSLV-MK3 રોકેટ અલગ થઈને પૃથ્વીની કક્ષામાં ચક્કચ લગાવવાનું શરૂ કર્યું. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવા માટે 48 દિવસની યાત્રા કરવી પડશે, પરંતુ અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ એક એવું મિશન તૈયાર કર્યું હતુ કે જે ફક્ત 8.30 કલાકમાં જ ચંદ્ર પર પહોચીં ગયુ હતુ.

ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઈથી લઈને 13 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારેય બાજુ ચક્કર લગાવશે. ત્યાર બાદ 13 ઓગષ્ટથી 19 ઓગષ્ટ ચંદ્ર તરફ જવાની લાંબી કક્ષામાં યાત્રા કરશે. 19 ઓગષ્ટે જ તે ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યાર બાદ 13 દિવસ એટલે કે 31 ઓગષ્ટ સુધી તે ચંદ્રની ચારેય બાજુ ચક્કર લગાવવા લાગશે. 1 સપ્ટેમ્બરે વિક્રમ લૈંડર ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની દક્ષિણી ધ્રુવની તરફ જવાની યાત્રા શરૂ કરશે. 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરે વિક્રમ લૈંડર ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેંડ કરશે. લેન્ડિંગના લગભગ 4 કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીકળીને ચંદ્રની સપાટી પર અલગ-અલગ પ્રયોગ કરવા માટે ઉતરશે.

યૂરોપિયન સ્પેસ એજન્સી ESAના SMART-1 લૂનાર પ્રોબને 27 સપ્ટેમ્બર 2003માં લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ 1 વર્ષ, 1 મહિનો અને 2 અઠવાડિયા પછી 11 નવેમ્બર 2004એ ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ હતુ. આ ચંદ્ર પર મોકલવામાં આવેલું સૌથી લાંબુ ચંદ્ર મિશન છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ 2006માં પ્લુટો માટે ન્યૂ હોરાઈઝન નામનું એક સેટેલાઈટ લોન્ચ કર્યું હતુ. તેને એટલસ-5 રોકેટથી છોડવામાં આવ્યું હતુ. ન્યૂ હોરાઈઝન 16.26 કિમી પ્રતિ કલાકની ગતિથી અંતરિક્ષમાં ચાલી રહ્યું હતુ. આ ચંદ્રની કક્ષામાં ફક્ત 8 કલાક અને 35 મિનિટે જ પહોંચી ગયું હતુ, પરંતુ તેને ચંદ્રની સપાટીએ જવાનું નહોતુ. એટલા માટે ચંદ્રની કક્ષાથી પસાર થઈ ગયું.

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ 16 જુલાઈ 1969એ ચંદ્ર માટે પ્રથમ માનવી મિશન મોકલ્યો. આ મિશનમાં ગયેલા એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન માત્ર 51 કલાક 49 મિનિટ બાદ ચંદ્રની કક્ષામાં પહોંચી ગયા હતા, પરંતુ ચંદ્રની સપાટી પર 109 કલાક 42 મિનિટ બાદ ઉતરી ગયા હતા

ચીનનું ચાંગ-1 ચંદ્ર મિશન 24 ઓક્ટોમ્બર 2007માં છોડવામાં આવ્યું હતુ. 31 ઓક્ટોમ્બર સુધી આ પૃથ્વીની કક્ષામાં રહ્યું પરંતુ ત્યાર બાદ ત્યાંથી ચંદ્ર પર પહોંચવામાં ફક્ત 5 દિવસ લાગ્યા હતા. ચીનનાં જ ચાંગ-5 ઓર્બિટરે ચંદ્રનું અંતર 4 દિવસ અને 16 કલાકમાં પૂરુ કરી લીધું હતુ. ચાંગ-3 ચંદ્ર મિશન 1 ડિસેમ્બર 2013માં છોડવામાં આવ્યું હતુ. તે ચંદ્ર પર 4 દિવસ 12 કલાક અને 23 મિનિટમાં જ પહોંચી ગયું હતુ.

સોવિયત રૂસે સૌથી પહેલા પોતાનું ચંદ્ર મિશન લૂના-1 સૌથી ઓછા સમયમાં પહોંચાડ્યું હતુ 2 જાન્યુઆરી 1959માં લોન્ચ કરવામાં આવેલુ લૂના-1 ફક્ત 36 કલાકમાં જ ચંદ્રની કક્ષાએ પહોંચી ગયુ હતુ. આ લગભગ 3 કિ.મી પ્રતિ સેકન્ડની ગતિથી ઉડી રહ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન