the choice of 20 candidates from the village together in Talati in Banaskantha
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી!

બનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી!

 | 12:54 pm IST

લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક બાદ અગાઉની પરીક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. જેમાં બનાસકાંઠામાં તલાટી અને મુખ્ય સેવિકાના પેપર લીક થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

તલાટીની પરીક્ષામાં સૌથી વધુ ઉમેદવાર બનાસકાંઠામાંથી પાસ થયા છે તેવું લોકોનું કહેવું છે. તેમજ તલાટી ભરતીમાં પેપર લીક કરી વગદારોની ભરતી થયાની ચર્ચા પણ થઇ રહી છે.

જેમાં જિલ્લામાં મુખ્ય સેવિકાનું પેપર પણ લીક થયું હોવાની ચર્ચા સામેલ છે. તથા મુખ્ય સુત્રધારની તલાટી અને મુખ્ય સેવિકા પરીક્ષા મામલે પણ તપાસની માગ થઇ રહી છે. આ મામલે તટસ્થ તપાસમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે.

તલાટીમાં વડગામના 20 અને જિલ્લાના 37 ચૌધરી ઉમેદવારો સિલેક્ટ થયા હતા. CID ક્રાઈમ જો ભરતી સમયની કોલ ડિટેઈલ ચેક કરશે તો મોટો ખુલાસો થઈ શકે છે તેમ લોકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 9,713 જગ્યા માટે રવિવારે 29 સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવતાં ઉમેદવારો ધૂંઆપૂંઆ થયા હતા.

રાજ્યમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ હતી. દૂર-દૂરથી વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર નીકળેલા ઉમેદવારો ભારે હૈયે પરત ફર્યા હતા.