The security of data of millions of Android smartphone users around the world is in danger
  • Home
  • Technology
  • ભૂલથી પણ ના કરતા આ એપ ડાઉનલોડ, મોદી સરકારે પણ લગાવી દીધો છે પ્રતિબંધ

ભૂલથી પણ ના કરતા આ એપ ડાઉનલોડ, મોદી સરકારે પણ લગાવી દીધો છે પ્રતિબંધ

 | 6:02 pm IST

હેકિંગનો એક મોટો મામલો સામે આવ્યો છે. જેથી દુનિયાભરના કરોડો એંડ્રોયડ સ્માર્ટફોન યૂઝરના ડેટાની સિક્યોરિટી ખતરામાં આવી ગઇ છે. આ વખતે હેકર્સ એડ્રોયડ યૂઝર્સને શિકાર બનાવવા માટે સ્પાઇવેયર (જાસુસી કરનારો વાયરસ)નો ઉપયોગ કરી રહ્યા છે. આ હેકિંગમાં ચાઇનિઝ એપ ડેવલપરનો હાથ બતાવવામાં આવી રહ્યો છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચ ટીમે આ એપને સ્પાઇવેયર બતાવતા દાવો કર્યો છે કે આ વાયરસથી 10 કરોડ એંડ્રોયડ યૂઝર પ્રભાવિત થઇ ચૂક્યા છે.

એપમાં ખતરનાક રિમોટ એક્સેસ ટ્રોઝન

VPNProની રિસર્ચ ટીમે જણાવ્યું કે, આ ચીની એપનો ડેવલપર યૂઝર્સ માટે ડિવાઇસમાં ખતરનાક પરમિશન્સની રિક્વેસ્ટ કરે છે. માત્ર આટલુ જ નહી વીપીએન પ્રોની ટીમે એવું પણ કહ્યું કે, આ ચીની ડેવલપરની એપમાં ખતરનાક રિમોટ એક્સેસ ટ્રોઝન પણ સંતાડેલ છે.

આ ડેવલપરે બનાવ્યું હતું VivaVideo એપ

આ વાયરસવાળા એપ ગૂગલ પ્લે સ્ટોર પર હતા અને તેને ચાઇનીઝ ડેવલપર અને તેની સાથે સંકળાયેલ નાના ડેવલપરે તૈયાર કર્યું છે. હેકિંગની આ રમતમાં ચીનના એપ ડેવલપર QuVideo Incનું નામ સામે આવી રહ્યુ છે. આ તે જેવલપર છે જેણે પોપ્યૂલર વીડિયો એડિટિંગ એપ VivaVideo બનાવ્યું હતું. ફ્રી હોવાના કારણે આ એપ ખુબ જ પ્રખ્યાત થઇ અને થોડાક જ સમયમાં પ્લે સ્ટોર પર તેના ડાઉનલોડનો આંકડો 10 કરોડની પાર પહોંચી ગયો.

ભારત સરકાર પ્રતિબંધ લાદ્યો હતો

VivaVideo તેવી ખતરનાક ચીની એપમાંની એક છે જેને વર્ષ 2017માં સરકારે સ્પાઇવેયર ગણાવતા પ્રતિબંધ લાદી દીધો હતો. QuVideoના ડેવલપ કરવામાં આવેલ એપ એપલ iOS પર પણ ઉપલબ્ધ છે. જોકે આઇઓએસ પર એપ પરમિશનની બીજી પોલીસીને ફોલો કરવામા આવે છે. આ જ કારણ છે કે, આઇઓએસ પર આ પ્રકારના હેકિંગના હુમલા નથી થતા. આવામાં રિસર્ચર્સે આ પ્રકારના હેકિંગથી યૂઝર્સને સાવધાન રહેવાની સલાહ આપી હતી.

આ વીડિયો પણ જુઓ: સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન