The security of the Rath Yatra is incomprehensible to the Gujarat police
  • Home
  • Ahmedabad
  • અષાઢી બીજની રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્રનો જડબેસલાક બંદોબસ્ત

અષાઢી બીજની રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્રનો જડબેસલાક બંદોબસ્ત

 | 4:20 pm IST

અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્રે સજ્જ બન્યું છે. અન્ય શહેરોના પોલીસ કર્મચારી અને અધિકારીને રથયાત્રાના બંદોબસ્ત માટે તેડાવાયા છે. અન્ય શહેર અને જિલ્લામાંથી 5 આઈપીએસ કક્ષાના અધિકારીઓ સહિત કુલ 2,512 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોને મોકલી આપવા જે તે વડાને સૂચના અપાઈ છે. આ તમામ પોલીસ અધિકારીઓ ગુરૂવારે સવારથી રથયાત્રા ડયુટી પર હાજર થશે. રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને શહેરમાં રોકાવાનો આદેશ કરવામાં આવ્યો છે. બંદોબસ્ત માટે બહારથી આવનાર અધિકારીઓમાં પાંચ એએસપી સહિત 62 ડીવાયએસપી, 101 પીઆઈ અને 180 પીએસઆઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા 49 પીઆઈ અને 50 પીએસઆઈનું અલગથી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

રાજ્ય પોલીસ વડાએ આગામી રથયાત્રા દરમિયાન ચકલુંય ફરકે નહીં તેવો બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તમામ પોલીસ અધિકારી અને કર્મચારીને તા.28-6-2018ના રોજ શહેર પોલીસ કંટ્રોલરૂમને સવારે 11 વાગ્યે રિપોર્ટ કરવા સૂચના આપી છે. બંદોબસ્ત માટે વડોદરાના હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ કક્ષાના 400 કર્મચારીઓ, ગોધરાના 300, સુરતના 400 અને સરહદી વિભાગમાંથી 400 મળીને કુલ 1,500 કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સોરઠ ચોકીમાં ટ્રેનિંગ લઈ રહેલા 500 જવાનો અને કરાઈના 70 પીએસઆઈની માંગણી કરાઈ છે.

રથયાત્રામાં અન્ય જીલ્લામાંથી આવનાર એએસપીમાં વડોદરા ગ્રામ્યના રવિન્દ્ર પટેલ, નર્મદાના અચલ ત્યાગી, બનાસકાંઠાના અજીત રાજીયાન, જૂનાગઢના રવિ તેજા અને દેવભૂમિ દ્વારકાના પ્રશાંત સુમ્બેનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરવાની સુચના શહેર પોલીસને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન