The ship Mandvi Salaya of Kutch and 11 crew members in Iranian jail
  • Home
  • Gujarat
  • કચ્છના 11 ક્રૂ મેમ્બરો પર ચાંચિયાઓએ કર્યો હુમલો, ઇરાને પણ ના દાખવી માનવતા

કચ્છના 11 ક્રૂ મેમ્બરો પર ચાંચિયાઓએ કર્યો હુમલો, ઇરાને પણ ના દાખવી માનવતા

 | 4:00 pm IST

‘કચ્છના માંડવી સલાયાના જહાજ અને 11 ક્રૂ મેમ્બરો ઈરાનની જેલમાં અઢી માસથી સબડી રહ્યા છે પરિવાર ભારતીય સરકાર પાસે મુક્તિ માટે ગુહાર લગાવી રહ્યો છે.

કચ્છના માંડવીના સલાયાનું MSV 1441 અલ-ઈરફાન જહાજ 15 મેં ના ઇલેક્ટ્રોનિક્સ સામાન લોડિંગ કરી દુબઈથી કરાચી જવા નીકળ્યું હતું. બીજા દિવસે સાંજે ઓમાન ઇન્ટરનેશનલ જળ સીમામાં પ્રવેશ કરતાં ચાંચિયાઓએ બંધુકની અણીએ જહાજનું અપહરણ કરી લૂંટ કરવા જહાજને બંધક બનાવ્યું હતું, તે સમયે ઈરાનની આર્મીગાર્ડ આવી ચડતા જહાજમાં સવાર તમામને ઇરાન ટાપુના કસમ પોર્ટ લઇ ગયા હતા. ચાંચિયોઓને છોડી મુકાયા હતાં પણ માંડવી સલાયાના 7 અને ગુજરાતના 4 સહીત 11 ક્રુ મેમ્બરોને અઢી માસથી જેલમાં ધકેલી દેતા સલાયાનો શીરુ પરિવાર વહેલી તકે બંધકોની મુક્તિ થાય તેવી માંગ કરી રહ્યા છે.

માંડવી સલાયાના આદમ અલી શીરૂની માલિકીનું અલ ઈરફાન જહાજ મેં 2019માં મુન્દ્રાથી ખાધ્ય સામગ્રી ભરી યમન જવા નીકળ્યું હતું અને લોકલ જનરલ કાર્ગો ભરીને જહાજ દુબઈથી 15મેંના રોજ ઇલેકટ્રીક સામાન ભરી કરાચી પહોંચે તે પહેલાજ આંતરરાષ્ટીય જળ સીમા ઓમાન પાસે ચાંચિયાઓ દ્વારા ફાયરિંગ કરી જહાજને બંધક બનાવ્યું હતું. ઈરાન આર્મી આવી જતા જહાજ સહીત તમામને ઇરાનના કિસમ પોર્ટ લઇ જવાયા હતા. જ્યાં તેમને કોર્ટમાં રજુ કરતા ચાંચિયાઓને મુક્ત કરી ને આ ગુજરાતના 11 ક્રુ મેમ્બરોને પોલીસને સોંપી જેલમાં ધકેલી આપ્યા હતા. કચ્છ ગુજરાતના 11 ક્રુ મેમ્બરો અઢી માસથી જેલમાં સબડી રહ્યા છે. પરિવારનુ કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળ સીમા પરથી ઈરાન લઇ જઈ ચાંચિયાઓને છોડી મુકાયા જહાજ અને ક્રુ મેમ્બરને ગેરકાનૂની રીતે બંધક બનાવ્યા છે. જેથી ભારતીય દૂતાવાશ જલ્દીથી મુક્તિ અપાવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

સલાયાનો શીરુ પરિવાર છેલ્લા 80 વર્ષથી જહાજ ઉદ્યોગ સાથે જોડાયેલો છે 40 સદસ્યોની સંખ્યા ધરાવતા પરિવારનો અલ કેસરી જહાજે 2018માં સલાલામાં જળ સમાધિ લીધી હતી અને અઢી માસ પહેલા જ 1998માં માંડવી પોર્ટ પર બનેલું અલ ઈરફાન જહાજ ઈરાનમાં બંધક બનતા તેમની આજીવિકા છીનવાઈ છે અને પરિવારના સદસ્યો જેલમાં હોતા જેને મુક્તિ મળે તે માટે તેમના પરિવારના સભ્યો દરોરોજ કુરાન પડીને બંદગી કરી રહ્યા છે અને સરકાર પાસે અશ્રુ સાથે ગુહાર લગાવી રહ્યા છે.

કેપ્ટન સલીમ મુસા શીરુ ઉ.વ 37, રિઝવાન મુસા શીરુ ઉ.વ 25, ફિરોઝ આદમ શીરુ ઉ.વ 33, સપ હસન અબ્દુલા ઉ.વ 38, લુહાર મામદ સુલેમાન ઉ.વ 48, શીરુ અરબાઝ ઇશાક ઉ.વ 22, સુમરા અલીમામદ આમદ ઉ.વ 57, રહે તમામ રહે માંડવી સલાયા સિરાજ હુસેન ઇસ્માઇલ 48, ઉના,વેરાવળ , ભાલીયા જશુભાઈ નાનજી ઉ,વ 35, મહુવા ભાવનગર, ભરતભાઈ બોધા કોલી, ઉ.વ 52 ભાવનગર, બામભણીયા વિનાભાઇ મંગા ઉ.વ 30 મહુવા ભાવનગર, કરછ ગુજરાતના 11 ક્રુ મેમ્બરો અઢી માસથી જેલમાં સબડી રહ્યા છે.

કચ્છના સાંસદે ભારતીય દૂતાવાષને પત્ર દ્વારા જાણ કરી

સલાયાના પરિવારએ કચ્છના સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરી હતી કે અમારા પરિવારના 7 સદસ્ય સહીત 4 લોકોને ઈરાનની જેલમાંથી મુક્ત કરવામાં આવે જેથી કચ્છના સાંસદ દ્વારા ભારતીય દૂતાવાસને પત્ર પાઠવીને જણાવાયું છે કે, કચ્છ ગુજરાતના 11 ક્રુ મેમ્બરોને આંતરરાષ્ટ્રીય જળ સીમાએથી જહાજ સહીત બંધક બનાવેલા તમામ નિર્દોષ અને દોષી ન હોવાથી તમામને જેલ મુક્તિ થાય તે માટે ભારતીય દૂતાવાસને પત્ર લખીને મુક્તિ કરવામાં આવે તે માંગ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: વિશાખાપટ્ટનમમાં શીપ યાર્ડમાં દૂર્ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન