The Shocking Incident When A Crashed Plane Run Between The Cars On Road
  • Home
  • Featured
  • ઝડપથી પસાર થઇ રહેલી કારની વચ્ચે આવી ગયું ક્રૈશ થયેલું પ્લેન, અને પછી….

ઝડપથી પસાર થઇ રહેલી કારની વચ્ચે આવી ગયું ક્રૈશ થયેલું પ્લેન, અને પછી….

 | 3:50 pm IST

કેનેડામાં હ્રદય કંપાવી દે તેવી ઘટના બની છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કેનેડાનાં મારખમમાં બટનવિલે એરપૉર્ટની પાસે મંગળવારનાં એક નાનું પ્લેન ક્રેશ થઇ ગયુ. વ્યસ્ત હાઈવેની વચ્ચે ખૂબજ ઝડપથી પ્લેન કારની સામે આવી ગયું. એરપૉર્ટથી નીકળતા જ નાનકડુ પ્લેન રૉડ તરફ આવી ગયું અને ગાડીઓની વચ્ચેથી પસાર થઇ ગયું. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બાજ કેનેડાનાં ટોરેન્ટોનાં ટ્રક ડ્રાઇવરે કહ્યું, “હું ઘણો જ ભાગ્યશાળી છું કે મને કે મારા ટ્રકને કંઇ ના થયું. નાનકડુ પ્લેન એકદમ મારી નજીકથી પસાર થયું હતુ અને આગળ જતુ રહ્યું હતુ.” ટ્રકચાલકનું નામ બિલ ચેન જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન