The shooting death of 17-year-old Hannah Williams California
  • Home
  • Featured
  • યુવતીએ નકલી બંદૂક તાકી તો પોલીસે સાચી બંદૂકથી ગોળી મારી દીધી

યુવતીએ નકલી બંદૂક તાકી તો પોલીસે સાચી બંદૂકથી ગોળી મારી દીધી

 | 6:48 pm IST

અમેરિકાના કેલિફોર્નિયામાં એક પોલીસ અધિકારીએ 17 વર્ષીય હન્ના વિલિયમ્સ નામની છોકરીને ગોળી મારી દીધી હતી. હન્નાએ એક નકલી બંધૂક દ્વારા પોલીસ અધિકારી પર નિશાન તાક્યું હતું. તો અધિકારીએ તેને અસલી બંદૂક માનીને ગોળી મારી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો.

ફુલટર્ન પોલીસ વિભાગે જારી કરેલા વીડિયોમા દેખાતું હતું કે પોલીસ અધિકારી હન્નાની સામે બંદૂક તાકી હતી તથા ગોળી છોડી હતી. ગોળી વાગ્યા બાદ હન્ના મદદનો પોકાર પાડતી હતી. આ ઘટના 5 જુલાઈની છે. આ અંગે પોલીસ તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. પોલીસે એક ઓડીયો પણ જારી કર્યો હતો. તેમાં તેના પિતા બેંસન વિલિયમ્સ તેમની ગુમ થયેલી છોકરી અંગે વાતચીચ કરતા માલૂમ પડયા હતા. પુત્રી લાપત્તા બન્યા બાદ 90 મિનિટ બાદ તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.

વિલિયમ્સના જણાવ્યાનુસાર તેમને ઘણો ડર લાગ્યો હતો. તેમને ડર હતો કે તેમને કોઈ દિકરીને કોઈ નુકશાન ન થાય. કારણ કે તે ડિપ્રેશનથી પીડિત હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે હન્ના ઘણી ઝડપી ગતિએ ગાડી ચલાવતી હતી. તે તેમના કુતરાને લઈને હોસ્પિટલ જતી હતી. હન્નાએ યુ ટર્ન લઈને ગાડીને બીજી દિશામા દોડાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન