જે હસ્તાક્ષર હસતા રાખે એ ક્યારેય રડે નહીં ભાગ્યથી - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • જે હસ્તાક્ષર હસતા રાખે એ ક્યારેય રડે નહીં ભાગ્યથી

જે હસ્તાક્ષર હસતા રાખે એ ક્યારેય રડે નહીં ભાગ્યથી

 | 12:09 am IST

હસ્તાક્ષર સંદેશ

હસ્તાક્ષર “હસતા” એટલે ખુશનુમા એટલે હકારાત્મક અભિગમનાં લખો તો ભાગ્યથી ક્યારેય રડવાનો વારો નહીં આવે. ભાગ્યબળ ખૂબ પ્રબળ બનાવવા કર્મબળ વધુ અસરકારક હોવું જોઈએ. જેથી કર્મફળ એવું મળે જે દરેકના જીવનમાં ખુશી અને હાસ્યનું વાતાવરણ સર્જી દે. માતા સરસ્વતિની કૃપાથી લક્ષ્મીજીની કૃપા મેળવો. એટલે સર્જનશક્તિથી ધનપ્રાપ્તિ કરાવવામાં હસ્તાક્ષરનું યોગદાન અતિ મહત્ત્વનું છે. હસ્તાક્ષર કરવાથી સૂચક “પથપદાર્પણ” થઈ શકે છે જે સ્વપ્નને સાકાર કરવા શુભ કર્મ કરાવે અને ફળશ્રુતિ આનંદની અનુભૂતિ કરાવે જેને આપણને કાયમ હસતા રાખે એવા “હસ્તાક્ષર”નો આગ્રહ રાખો.

બાકી તો નકારાત્મક રીતે હસ્તાક્ષરને બગાડી આપણી મળવાની સિદ્ધિઓને પણ આપણે અટકાવી દઈએ છીએ જેનાથી પોતાનું જ નુકસાન થાય એ કેટલી રીતે યોગ્ય ગણાય?

બારીકાઈથી અવલોકન કરતાં નકારાત્મક હસ્તાક્ષરમાં ઘણાં પ્રકારો જાણવા મળે છે. જે બાબતે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે.

આશયયુક્ત હસ્તાક્ષર

આશયયુક્ત હસ્તાક્ષર સમજીને જાણી જોઈને અને વૈચારિક આશયને પૂર્ણ કરવા કરાય છે ત્યારે પરિણામ કદાચ મળે છે પણ બે કે તેથી વધુ વ્યક્તિઓને સહન કરવું પડે છે અને કાયમી રીતે અલગ પણ થવું પડે છે. પતિ-પત્નીની આત્મીયતા સારી હોવા છતાં પણ કૌટુંબિક માથાભારે વ્યક્તિના પ્રભાવમાં પતિ પોતાની સહીમાં ફેરફાર કરીને હસ્તાક્ષરને બદલી નાંખે તો અંતર વધી જાય અને કદાચ બંને અલગ પણ થઈ જાય. જે હૃદયદ્વાવક પ્રસંગો ઊભા કરે છે.

Prit Preeti shah આમ લખવા માંડે તો પ્રીત અને પ્રીતિનાં સંબંધોમાં અવશ્ય તિરાડ પડે છે અને બંને અલગ થઈ જાય છે. કુટુંબથી પણ વિભક્ત થઈ જાય છે.

કાલ્પનિક ડર” કર્તા હસ્તાક્ષર

વ્યક્તિ જ્યારે બેન્કમાં પૈસા મૂકે છે ત્યારે એ પૈસા સુરક્ષિત રહે એવું ઈચ્છતો હોય છે, પરંતુ જે પ્રકારે ફ્રોડ બેન્કોમાં અને અન્ય ખાતાઓમાં થતો જોવા મળે છે એના આધારે ઓછું વપરાતાં અને NRI ખાતાઓમાં પૈસા ખાસ ઉપડતા ન હોય ત્યારે કેટલીક વ્યક્તિઓ એ પૈસાનો ઉપાડ ખોટી રીતે સહી કોપી કરીને- બેન્ક સાથે સાંઠગાંઠ કરીને સગેવગે કરે છે જેની ખબર પણ ક્યારેક તો સમયસર મળતી નથી. અનાયાસે જ કોઈ રકમ ઉપાડવા જાવ અને બેન્ક પૈસા આપવા ઈન્કાર કરે કે ખાતામાં જરૂરી રકમ નથી ત્યારે જ બધી ખબર પડે છે- જ્યારે મોડું થાય છે આવું થાય છે માટે વ્યક્તિઓ જાણી જોઈને અઘરી કોપી ના થાય એવી કપાતી સિગ્નેચર કરે છે અને એ વ્યક્તિના ભાગ્યમાં દુઃખ પડવાનું શરૂ થાય છે. હસ્તાક્ષર કાપીને જે તે ગ્રહને ઈજાગ્રસ્ત કરવાથી.

આશયરહિત હસ્તાક્ષર

જે હસ્તાક્ષર ફક્ત કોઈ વિશેષ સમજ વિના ફક્ત કરવા માટે જ કરવામાં આવે ત્યારે એ પરિણામ હીન બની જાય છે. એ સિગ્નેચરથી ફાયદો તો નથી જ થતો, પરંતુ સહન ના કરી શકો એટલો ખોટનો અનુભવ થાય છે. મન વિના માળવે ના જવાય એમ આશય વિના પરિણામો હસ્તાક્ષરમાં મેળવવા અઘરાં છે. કારણ કે કર્મનું બંધન સામાન્ય પ્રકારથી લખાતી અને ફ્કત લીટાઓ જ દોરવાથી કોઈ સ્પષ્ટ મતલબ સધાતો નથી.

  • પં.વ્રજકિશોર ધ્યાની

સંજય લીલા ભણસાળી

ડાયરેક્ટ તરીકે પોતાની અનોખી અને મજબૂત છાપ ઊભી કરનાર સંજય લીલા ભણસાલીની સિગ્નેચરનો પ્રકાર સામાન્ય હોવા છતાં કલ્પનાશક્તિ અને દિગ્દર્શક તરીકેની જહેમત દ્વારા એમણે રચનાત્મક શક્તિઓનો ભરપૂર ઉપયોગ તમામ ફિલ્મોમાં કર્યો છે. એમની સિગ્નેચર વચ્ચે કપાય પણ છે જેથી અવરોધ અને વિલંબ-અસમંજસની પરિસ્થિતિ-કાનૂની દાવપેચ બધું અનુભવેલ એ વ્યક્તિને માતા તરફથી વિશેષ હિંમત મળી છે. એમની ફિલ્મો પડદા પર ખૂબ મોટી રકમ કમાય છે, પરંતુ ફિલ્મના રિલીઝ પહેલાં કેટલીયે કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડે છે. “પદૃમાવત” ફિલ્મ રિલિઝ થતાં પહેલાં હોબાળો ઘણો થયો, પરંતુ ફાયદો તો ખરેખર અંતે સંજયજીને જ થયો ઐતિહાસિક અને વિશ્વસ્તરીય ફિલ્મો બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે અને પરદેશનાં મોટા અભિનેતાઓ-અભિનેત્રીઓને લઈને બહુ મોટી ફિલ્મ ડાયરેક્ટ તાજતેરમાં જ કરે એવું દેખાય છે. સંજય લીલા ભણસાલી સિગ્નેચરમાં જે જગ્યાએ કપાત આવે છે એ દૂર કરી નાંખે અને નવી ફિલ્મ પણ “P” નામથી શરૂ કરે તો ચાર ચાંદ લાગી જશે.