Beauty The skin is affected by the sun while it is dark
  • Home
  • Fashion & Beauty
  • તડકામાં રહીને ત્વચા પડી ગઇ છે કાળી તો અસરકારક છે આ નાનકડો ઉપાય

તડકામાં રહીને ત્વચા પડી ગઇ છે કાળી તો અસરકારક છે આ નાનકડો ઉપાય

 | 9:48 am IST

ઉતરાયણનો તહેવાર લોકો ધામધૂમ પૂર્વક ઉજવે છે. જેને લઇને તમે આખો દિવસ તડકામાં પતંગ ચઢાવો છો પરંતું તડકામાં રહેવાથી તમારી ત્વચા કાળી પડી જાય છે. તડકામાં રહેવાથી ત્વચાની તમે સખત કાળજી લેશો છતાં પણ ટેનિંગની સમસ્યા થઇ જાય છે. ટેનિંગ થવા પર ચહેરો શ્યામ થઇ જાય છે. જે વ્યક્તિની સુંદરતાને ખરાબ કરી દે છે. તેની સાથે જ ચહેરો ખરાબ લાગે છે. જેથી ચહેરાની ચમક લાવવા અને ટેનિંગ દૂર કરવા માટે યુવતી બજારમાં મળતી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી પણ કોઇ ફાયદો થતો નથી. એવામાં ઓછા પૈસામાં ઘરેલું સ્ક્રબથી પણ ટેનિંગ દૂર કરી શકાય છે.

સામગ્રી

1/2 – લીંબુ
2 કપ – દાણાદાર ખાંડ
1 ચમચી – ઓલિવ ઓઇલ
1 ચમચી – ઓર્ગેનિક મધ

આ રીતે બનાવો સ્ક્રબ

સૌ પ્રથમ ખાડંનો સ્ક્રબ બનાવવા માટે લીંબુનો રસ લો. તેમા ઓલિવ ઓઇલ મિક્સ કરો. હવે તેમા મધ મિક્સ કરો. ત્યાર પછી તેમા ખાંડ ઉમેરીને દરેક વસ્તુ બરાબર મિક્સ કરી લો.

સ્ક્રબ લગાવવાની રીત

સ્ક્રબ લગાવતા પહેલા ચહેરાને પાણીથી ધોઇ લો. હવે ધીમે-ધીમે આ સ્ક્રબે સર્કુલર મોશમાં રગડીને 2-3 મિનિટ સુધી મસાજ કરો. ઓછામાં ઓછું તેને 5-7 મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. જો ત્વચા પર ડ્રાયનેસ અનુભવી રહ્યા છો તો મોઇશ્ચરાઇઝર લગાવી લો.

લીંબુ

લીંબુમાં વિટામી સી રહેલું છે. જે એજિંગ સ્પોટ્સ અને ચહેરાની કાળાશને ઓછી કરવા માટે મદદરૂપ છે. તેને લગાવવાથી ચહેરાના પોર્સને બંધ કરીને ચહેરાના રંગમાં ચમક લાવવાનું કામ કરે છે.

ખાંડ

ખાંડમાં શરીરની દરકે મૃત કોશિકાઓને બહાર નીકાળવા અને ચમક લાવવાનું કામ કરે છે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ ત્વચાને ઉંડાણથી પોષણ પહોંચાડવા અને સાફ કરવાનું કામ કરે છે. તે સિવાય તે એજિંગના નિશાનને પણ દૂર કરવામાં મદદ કરે છે.