The skin will glow in a week. Take this remedy Beauty tips
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા થશે ગોરી ગોરી, એક જ અઠવાડિયામાં ચમકી જશો કરી લો આ ઉપાય

ત્વચા થશે ગોરી ગોરી, એક જ અઠવાડિયામાં ચમકી જશો કરી લો આ ઉપાય

 | 11:18 am IST

ઉનાળો આવતા જ ત્વચાની સમસ્યાને લઇને ઘણાં લોકો પરેશાન રહે છે. તો તમારે ત્વચાની કાળજી લેવા માટે રાતે જ ચહેરા પર બ્યૂટી પ્રોડક્ટ લગાવવી જોઇએ. જેથી આખી રાતમાં તમારી ત્વચા રિપેર થઇ જાય છે અને બીજા દિવસે સવારે તમારી ત્વચા સુંદર અને ચમકદાર લાગશે. આજે તમને ચહેરા માટે કેવી રીતે ઉપયોગી છે ગ્લિસરીનનો ઉપયોગ તે જણાવીશુ.

ગ્લિસરીન સુંદરતા માટે દેશી દવા છે. રાત્રે જો તમે ગ્લિસરીન અને લીંબુ લગાવી ને સૂઇ જશો તો ચહેરા પરની શુષ્કતા ઓછી થઇ જાય છે. તેમજ જો ફાટેલી એડી પર ગ્લિસરીન લગાવવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે. એવામાં ગ્લિસરીનના ઘણા ફાયદા છે.જનો ઉપયોગ કરી શકો છો. આવો જોઇએ ત્વચાની સુંદરતાને યથાવત રાખવા માટે રાતે કેવી રીતે ચહેરા પર ગ્લિસરીન લગાવવું.

ગ્લિસરીનનો રાત્રે ઉપયોગ કરવા માટે તમે લીંબુનો રસ, ગુલાબ જળ અને ગ્લિસરીનને એક સરખા પ્રમાણમાં મિક્સ કરો. આ પેસ્ટથી તમારા ચહેરા પર થોડીક મિનિટ સુધી મસાજ કરો. આખી રાત આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. આ બ્યુટી ટિપ્સને અજમાવવાથી તમારી ત્વચા ગોરી બનશે. તેમજ તમારા ચહેરા પર કોઇ ડાર્ક સ્પોટ હોય તો તે પણ ધીમ-ધીમે દૂર થઇ જાય છે.

રાત્રે સૂતા પહેલા તમે દૂધની મલાઇમાં થોડૂક ગ્લિસરીન મિક્સ કરી 10 મિનિટ ચહેરા પર લગાવો. તે બાદ ચહેરાને નવશેકા પાણીથી બરાબર ધોઇ લો. જેથી તમારી શુષ્ક ત્વચા સુંદર બની જશે.

ગ્લિસરીનને તમે એક મોશ્ચારાઇઝર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. તેને તમે ક્રિમની સાથે મિક્સ કરીને રોજ સૂતા પહેલા ચહેરા પર લગાવો. પરંતુ જો ક્રીમ ન હોય તો તમે સાદા પાણી સાથે ગ્લિસરીન મિક્સ કરીને લગાવી શકો છો.

ચણાના લોટ અને ચંદન સાથે ગ્લિસરીન મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ લગાવી સૂકાવા દો. તે બાદ તેને ધોઇ લો. જેનાથી તમારી ત્વચા હાઇડ્રેટ અને ચમકદાર થઇ જશે. આ ટિપ્સને તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

ગ્લિસરીનમાં એન્ટી બેક્ટેરિયલના ગુણ રહેલા છે. જે ખીલ તેમજ ખીલના ડાઘને ઝડપથી દૂર કરાવમાં મદદ કરે છે. તમે ગ્લિસરીનને ડાયરેક્ટ તમારા ચહેરા પર લગાવી શકો છો.

આ વીડિયો જુઓ: લોકડાઉન વચ્ચે આજથી ઘરેલુ વિમાન સેવા શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન