The state government gave big gifts a government employees
  • Home
  • Gandhinagar
  • આનંદો: ગુજરાત સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ

આનંદો: ગુજરાત સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ

 | 5:38 pm IST

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જાહેરાત કરી છે કે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે.

જેમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવશે. જેનાથી લાખો કર્મચારીઓને લાભ થશે. તેમજ રીટાયર થયેલ પેન્શનરને પણ લાભ થશે.

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાશે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જણાવ્યું છે કે ગુજરાત સરકાર હસ્તકના કર્મચારીઓને લાભ મળશે.

સરકારી કર્મચારીઓને 9 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. 4, 50, 509 પેન્શનરને પણ લાભ મળશે તથા 9, 61, 638 વર્તમાન કર્મચારીઓને લાભ મળશે.

પહેલી જુલાઈ 2018થી એરિયર્સ પણ આપવામાં આવશે. સરકારના નિર્ણયનો અમલ આવતીકાલથી લાગુ કરવામાં આવશે. એક સાથે રોકડમાં એરિયર્સ મળશે. માર્ચ મહિનાના પગારમાં એક સાથે એરિયર્સ મળશે. જેમાં રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ.771 કરોડ ભારણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન