Resolve to renew and renew the license fee for the applicant at his own time
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે કરી અગત્યની જાહેરાત, લોકોને થશે ફાયદો

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે કરી અગત્યની જાહેરાત, લોકોને થશે ફાયદો

 | 6:51 pm IST

હવે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ, નામ-સરનામું અને ફોટો બદલવા સહિત સાત કામ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે નહીં. ઓનલાઇન ફી ભર્યા બાદ અરજદારને કોઈપણ આરટીઓ કચેરીમાંથી લાયસન્સને લગતા ઉપરોક્ત કામ કરી આપવા માટે રાજ્યના તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને ટ્રાન્સપોર્ટ કમિશનરે આદેશ કર્યો છે. વડોદરા આરટીઓમાં કાચા-પાકા લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ, રિન્યૂ જેવા કામ માટે રોજની 9૦૦ જેટલી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. લાયસન્સ રિન્યૂ અને એન્ડોર્સ માટે જ રોજના 250થી 300 લોકો આરટીઓ દ્વારા અપાયેલા સમયે આવે છે.

જોકે, હવે કાચા અને પાકા લાયસન્સને બાદ કરતાં લાયસન્સને લગતાં અન્ય કોઈપણ કામ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે નહીં. લાયસન્સ રિન્યૂ, નામ-સરનામું તથા ફોટો બદલવા, એક્સટ્રેક્ટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેવા કામ અરજદાર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધાં વગર રાજ્યની કોઈપણ આરટીઓ કચેરીમાંથી કરાવી શકશે. વાહન વ્યવહાર કમિશનરે વાહન વ્યવહાર અધિકારીઓને આદેશ આપ્યો છે. જામનગરનું લાયસન્સ હોય અને અરજદાર અમદાવાદમાં રહેતા હોય, તેવી પરિસ્થિતિમાં અરજદાર અમદાવાદમાંથી લાયસન્સ મેળવી શકે છે. લોકોની સુવિધા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.