The Step To Cut Corporate Tax Is Historic Win Win For Indians : PM Modi
  • Home
  • Featured
  • પીએમ મોદીએ આજના દિવસને ગણાવ્યો ઐતિહાસિક, શેર બજારની કુકરી થઈ ગાંડી

પીએમ મોદીએ આજના દિવસને ગણાવ્યો ઐતિહાસિક, શેર બજારની કુકરી થઈ ગાંડી

 | 3:51 pm IST

દેશના શેર બજારે સપ્તાહના છેલ્લા વ્યવસાયીક દિવસે રોકાણકારોના ચહેરા પર હાસ્યની હેલી લાવી દીધી હતી. સાથે જ અનેક રેકોર્ડ પણ શેર બજારે પોતાના નામે કર્યા હતાં. નાણાંમંત્રી એક જ જાહેરાત બાદ શેર બજાર જાણે ખુશીથી ઝુમી ઉઠ્યું હતું અને 2200 પોઈન્ટના ઉછાળા સાથે 38,000ની સપાટી આંબી ગયું હતું. તો સાથે નિફ્ટીમાં પણ 500થી વધારે અંકોની તેજી જોવા મળી હતી. જાણકારોના મતે છેલ્લા 10 વર્ષમાં નિફ્ટીમાં સૌથી મોટી તેજી છે.

નાણાંમંત્રીની જાહેરાતની ગણતરીની મીનીટોમાં જ શેરબજારે સપાટો બોલાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના વખાણ કરતી એક ટ્વિટ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે – કોર્પોરેટ ટેક્ષમાં કાપ મુકવાનો નિર્ણય ઐતિહાસિક છે. આ પગલુ #MakeInIndiaને એક શાનદાર પ્રોત્સાહન આપશે. દુનિયાભરમાંથી ખાનગી રોકાણને આકર્ષિત કરશે, આપણા ખાનગી ક્ષેત્રની પ્રતિસ્પર્ધામાં સુધાર કરશે, વધારે નોકરીઓ પેદા કરશે અને આ 130 કરોડ ભારતીયો માટે એક વિજય સમાન છે. 

સાથે જ તેમણે બીજુ એક ટ્વિટ કરતા લખ્યું હતું કે – ગત કેટલાક સપ્તાહમાં થયેલી જાહેરાતો સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે, અમારી સરકાર ભારતને વ્યાપાર કરવા, સમાજના તમામ વર્ગો માટે તકો પુરી પાડવા અને ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવામાં કોઈ જ કચાસ નહીં છોડે.

ઉલ્લેખનીય છે કે, જીએસટી કાઉન્સીલની બેઠક પહેલા નાણાંમંત્રીએ સુસ્ત ઈકોનોમીને ગતિ આપવા માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. અનેક નિષ્ણાંતો તો આ નિર્ણયને એક મિની બજેટ કહે છે. નાણાંમંત્રીએ ઘર આંગણાની કંપનીઓ અને નવી સ્થાનિક મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષના દરમાં કાપ મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ : શાંઘાઈ સહયોગ સંગઠન અંતર્ગત રશિયામાં સંયુક્ત યુદ્ધાભ્યાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન