એક જમાનામાં વેચતા'તા અખબાર, હવે 10 હજાર કરોડની કંપની - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એક જમાનામાં વેચતા’તા અખબાર, હવે 10 હજાર કરોડની કંપની

એક જમાનામાં વેચતા’તા અખબાર, હવે 10 હજાર કરોડની કંપની

 | 6:24 pm IST

તાજેતરમાં જ વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમના યંગ ગ્લોબલ લીડર્સની સૂચિમાં શામેલ કરવામાં આવેલા અંબરિશ મિત્રાની વાર્તા આપણા બધાં માટે પ્રેરણાદાયક છે. ઘરથી ભાગીને સ્લમ વિસ્તારમાં છાપુ વેચીને ગુજરાન ચલાવનારા અંબરિશ આ સમયે 10 હજાર કરોડની કંપની બ્લિપરના માલિક છે. આવો જાણીએ કે વિજ્યુઅલ ડિસ્કવરી એપ બ્લિપરના માલિક અંબરિશના વેપાર આઈડિયા વિશે….

અંબરિશનું શરૂઆતથીજ સ્કૂલના શિક્ષણમાં મન નહોતું લાગતું. બાળપણ અભાવોમાં વીત્યું. એવામાં અંબરિશે ઘરથી ભાગીને દિલ્હી જવાનું નક્કી કરી લીધું. દિલ્હીમાં અંબરિશનું સરનામુ સ્લમ વિસ્તાર બન્યો અને ગુજરાન માટે તેણે અખબાર અને મેગેઝીન વેચવાનું શરૂ કરી દીધું.

Amrish-mitra

એક દિવસ અખબારમાં અંબરિશે એક જાહેરાત જોઈ, જેમાં બિઝનેસ આઈડિયા માંગવામાં આવ્યો હતો. અંબરિશે મહિલાઓને ઈન્ટરનેટ પ્રાપ્ત કરાવનારા પોતાના આઈડિયાથી 5 લાખ કેશ પ્રાઈઝ જીતીને પોતાના ઈરાદાઓ જણાવી દીધા. જીતમાં મળેલા પૈસાથી તેણે એક કંપની શરૂ કરી જે નુકસાનમાં રહી. 1997માં માત્ર 17 વર્ષની ઉંમરમાં તેમણે મહિલા સશક્તિકરણથી જોડાયેલું વેબ પોર્ટલ શરૂ કર્યું હતું જેનો આઈપીઓ લોન્ચ કરવામાં તે સફળ નિવડ્યા.

ભારતમાં તેમનું પોર્ટલ નુકસાનમાં રહ્યું તેમણે મોટા સપનાઓને પૂરા કરવા લંડન જવાનો નિશ્રય કર્યો. લંડનમાં તેમને દારૂ પીવાની આદત પડી ગઈ. આ દરમિયાન જ્યારે તે પોતાના દોસ્તની સાથે પબમાં દારૂ પીતા હતા ત્યાં તેના દોસ્તે કહ્યું કે કેટલું સારું હોત કે આ નોટમાંથી એલિઝાબેથ બહાર આવી જાય.

Abrish-mitra-2

બસ તેમાંથી તેમને એક નવો આઈડિયા મળી ગય, ઓગમેન્ટેડ રિયાલિટીનો અને 2011માં તેમણે બ્લિપર નામની એપ બનાવી. બ્લિપર હવે 10 હજાર કરોડની કંપની છે.

તાજેતરમાંજ અંબરિશે વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમના યંગ ગ્લોબલ લીડર લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં પહેલા જેકમાં ગુગુલના ફાઉન્ડર લેરી પેજ જેવા દિગ્ગજ સ્થાન મેળવી ચૂક્યાં છે. અંબરિશ 2016માં બ્રિટેનના આંત્રપ્રેન્યોર ઓફ ધ યર તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા.