The Student were Forced to Work at School in Valsad
  • Home
  • Gujarat
  • શું આ રીતે ભણશે ગુજરાત ? વલસાડની શાળામાં બાળકો પાસે કરાવાય છે મજુરી

શું આ રીતે ભણશે ગુજરાત ? વલસાડની શાળામાં બાળકો પાસે કરાવાય છે મજુરી

 | 4:54 pm IST

ગુજરાત સરકાર બાળકોના અભ્યાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. સરકારી શાળઓમાં વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તો માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતો વીડિયો સામે આવતા ચકચાર મચી છે.

શાળામાં વિદ્યાર્થીઓનો બાળ મજૂરીનો વીડિયો સામે આવ્યો છે. વલસાડની કુમાર શાળામાં બાળકો પાસે સફાઇ કામ કરાવવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની કુમાર શાળાનો આ વીડિયો છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે આખી સ્કૂલ સાફ કરાવાઈ છે.

સ્કૂલ ખુલતા જ બાળકો પાસે તમામ સાફ સફાઇ કરાવવામાં આવે છે. જે કામ સફાઇકર્મીઓએ કરવાના હોય તેવા કામ વિદ્યાર્થીઓએ અહીં કરવા પડે છે. ત્યારે સરકારી શાળામાં સૌ ભણે સૌ આગળ વધે તેવા સ્લોગનો સાથેના સર્વ શિક્ષા અભિયાનની પોલ ખુલ્લી પડી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન