The students were not given the examination by the Kameshwar School
  • Home
  • Ahmedabad
  • શાળાનું તઘલખી નિર્ણય: ફી ન ભરનારા 300 જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી રાખ્યા અળગા

શાળાનું તઘલખી નિર્ણય: ફી ન ભરનારા 300 જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી રાખ્યા અળગા

 | 2:35 pm IST

ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. તેનો ઘણા મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. શાળામાં ફીથી કંટાળેલા વાલીઓ દ્વારા અમદાવાદમાં મોટા પાયે આન્દોલન પણ કરવામાં આવ્યું હતું છતા કેટલીક શાળામાં પોતાની મનમાની ચલાવે છે. આવી શાળાઓમાં અમદાવાદના આનંદનગરની કામેશ્વર સ્કુલમાં આવું જ કંઇક બન્યું છે. શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકીને વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રાખતા વાલીઓએ કામેશ્વર સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.

આનંદનગર વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કુલમાં પરિક્ષા યોજાઇ રહી છે ત્યારે સ્કુલે ધો. 5 થી 8નાં 300થી વધુ વિદ્યાર્થીઓને ફી ન ભરતા અન્ય ક્લાસમાં બેસાડવામાં આવતા હોબાળો મચ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ચોથા ક્વાટરની ફી બાકી હોવાને કારણે સ્કુલ દ્વારા 365 જેટલા વિદ્યાર્થીઓને પહેલા ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ ક્લાસમાં બેસાડીને વાલીઓને ફી ભરવા માટે ફોન કરવામાં આવ્યા હતા.

માત્ર એક જ વિદ્યાર્થીનીને વાલીના આક્રોશબાદ પરિક્ષા આપવા દેવાઇ હતી. તો બીજી તરફ સ્કુલે પણ પોતાની ભુલ સ્વીકારતા બાળકોને અન્ય ક્લાસમાં બેસાડ્યાની વાત કબુલી હતી પરંતુ પરિક્ષા તો તમામની લેવાઇ હોવાનુ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીની ફી બાકી હોય ત્યારે વિદ્યાર્થીને પરિક્ષાથી દુર રાખી શકાય નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન