THE SUCCESS STORY OF Lou Holtz VICTORY MAN
  • Home
  • Kids Corner
  • નવ મેચો જીતાડી હોય એવા માણસને જો ટીમમાંથી બહાર કરવામાં આવે તો?

નવ મેચો જીતાડી હોય એવા માણસને જો ટીમમાંથી બહાર કરવામાં આવે તો?

 | 10:06 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

૧૯૮૬થી ૧૯૯૬. એક દાયકાના સમયગાળામાં  ફૂટબોલ ટીમનો કોચ રહ્યો હોય, ૧૯૮૮માં નેશનલ ચેમ્પિયનશિપમાં  પોતાની ફૂટબોલ ટીમને જીત અપાવી હોય, લડાયક મિજાજની આઈરિશ ટીમને એક પછી એક અનુક્રમે નવ મેચો જિતાડી આપી હોય અને આવી બેનમૂન સફળતા હોવા છતાં કોઈ અકળ કારણસર જો કોઈ વ્યક્તિને તેની ફરજોમાંથી બરતરફ કરવામાં આવી હોય પછી તે હતાશામાં ગરકાવ ન થઈ જાય? થઈ જ જાય.

લૂ હોલ્ટ્ઝ આવી જ એક સત્ય ઘટનાનું પાત્ર છે. ટોચ પરથી આંખના પલકારે તળેટીમાં આવી જવું એ એવી નાટકીય વાત છે કે જેના પર વીતી હોય તે તો આઘાત પામે જ પણ નજરે જોનાર કે સાંભળનાર પણ આૃર્ય પામે.

હોલ્ટ્ઝને બરતરફ કર્યા પછી યોજવામાં આવેલી પ્રેસ-કોન્ફરન્સમાં હોલ્ટ્ઝ અતિશય ભાંગી પડયો હતો.  તેની કારકિર્દી અકાળે અસ્ત પામી તેના દુઃખ ઉપરાંત, અકળ કારણે થયેલી બરતરફી દુઃખનું એક કારણ તો હતું જ, પણ બીજું અતિશય દુઃખ પમાડે તેવું કારણ એ હતું કે તેની પત્ની ગળાના કેન્સરથી પીડાઈ રહી હતી.

હકાલપટ્ટી પછીનાં બે વર્ષ નરકની યાતના સમાન હતાં. વિધિની વક્રતા હતી કે હોલ્ટ્ઝે ફૂટબોલ પ્લેયર્સને કિક મારતાં શીખવ્યું હતું અને કુદરતની કિક હોલ્ટ્ઝ પર પડી રહી હતી. જીવનનિર્વાહ માટે એ અહીંથી ત્યાં ફંગોળાતો રહ્યો. આ દરમિયાન એણે થોડો સમય ઝ્રમ્જી ફૂટબોલ એનાલીસ્ટ તરીકે કામ કર્યું. પણ એ ફાટેલ આભને થીંગડાં મારવા જેવું હતું.

અચાનક એક વળાંક આવ્યો. સાઉથ કેરોલીનાના કોચ તરીકે તેની વરણી થઈ. તેની પત્નીની સમજાવટથી તેણે કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો. એ સમયે, ડેવિડ સ્ક્વાર્ટ્ઝનું એક પુસ્તક, ‘ધી મેજિક ઓફ થિંકિંગ બિગ’ વાંચીને તેણે ૧૦૭ એવા મુદ્દાઓનું લિસ્ટ બનાવ્યું જે પોતાના જીવનમાં ઉતારી, જીવનને સમતોલ બનાવવા ઈચ્છતો હતો. ડેવિડ સ્કવાર્ટ્ઝની ‘બિગ થીંગ્સે’ તેનામાં આંતરિક ફેરફાર રોપી દીધા અને હોલ્ટ્ઝની ખ્યાતિની શરૂઆત થઈ.

૧૯૯૯માં જ્યારે હોલ્ટ્ઝે સાઉથ કેરોલીનાના હેડ કોચ તરીકે કામ સાંભળ્યું ત્યારે થીંક બિગના કન્સેપ્ટને આત્મસાત્ કરી ચૂક્યો હતો. ટીમમાં ઘણી ક્ષતિઓ હતી. ક્ષતિઓની મરમ્મત જ હોલ્ટ્ઝ માટે પડકાર હતો. એ વર્તમાન સ્થિતિમાં જે મુકાબલો તેની ટીમ સામે આવ્યો. પરિણામ હતું ૦-૧૧- એટલે કે સરિયામ નિષ્ફળતા!

પરંતુ, ૨૦૦૦ની સાલમાં તેણે કોચિંગમાં અતિશય મહેનત કરી અને અને તેની ટીમે ૮-૪ થી ભવ્ય જીત મેળવી. આ ચમત્કારની બધે નોંધ લેવામાં આવી. સાઉથઈસ્ટર્ન કોન્ફરન્સમાં શ્રેષ્ઠ જીત તરીકે ગણાયો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન