ગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે

ગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે

 | 12:25 pm IST

સમી તાલુકાના અમરાપુરા ગામના અશ્વ માલિક દ્વારા તેમના સુલતાન ઘોડાને રેસમાં હરાવે તેને રૂપિયા 25 હજારનું રોકડ ઇનામ આપવાની સુલતાનના માલિકે ચેલેન્જ ફેકી છે અને અત્યાર સુધીમાં 15 જેટલી સ્પર્ધામાં વિજેતા બની જીલ્લાનાં જ નહિ રાજ્યનું પણ ગૌરવ વધારનાર સુલતાનની દોડવાની ઝડપ પ્રતિ કિ.મી 1 મિનીટ 5 સેકન્ડની છે અને સુલતાન સામે રેસમાં જીતવાની ચેલેન્જને લઇ સમગ્ર જીલ્લા સહીત રાજ્યમાં સુલતાન ચર્ચાનો વિષય બન્યો છે.

પાટણ જીલ્લાના સમીના અમરાપુરા ગામે રેહતા સરદારખાન કરીમખાન મલિક પાસે હાલમાં સુલતાન અને ચેતક બે ઘોડા છે અને સુલતાન ઘોડોએ સરદારખાનનો પ્રિય ઘોડો બન્યો છે. વાત કરીએ સુલતાન ઘોડાની તો સુલતાનની ઉમર 6 વર્ષ છે છતાં સમગ્ર જીલ્લામાં સુલતાન ચર્ચા પાત્ર બન્યો છે, કારણ કે સુલતાન ઘોડાએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય કક્ષાની અશ્વદોડ સહીત રાજ્યમાં યોજાતી અશ્વદોડમાં ભાગ લઇ 15 જેટલી સ્પર્ધામાં કેટકેટલાય ઘોડાઓને હંફાવી વિજેતા થયો છે.

સુલતાનને રોજે દોડવા સહિત વિવિધ કરતબોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેની દોડવાની ક્ષમતામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં સુલતાન સ્પર્ધામાં પ્રતિ એક કીલોમીટર એક મિનીટ અને 5 થી 5 સેકન્ડની અંદર જ દોડે છે અને વાયુવેગે સુલતાનની દોડવાની ક્ષમતા અન્ય ઘોડાઓને ક્યાય પાછળ છોડી દે છે ત્યારે સુલતાન ઘોડાના માલિક સરદારખાન દ્વારા સુલતાન જેવો સક્ષમ અને વાયુવેગે દોડવાની શક્તિ રાજ્યમાં અન્ય કોઈ ઘોડાની જાતમાં છે કે નહિ તેમજ સુલતાનની કસોટી કરવા માટે રાજ્યના અન્ય અશ્વ માલિકો સામે સુલતાન સાથે સ્પર્ધાની ખુલી ચેલેન્જ કરી છે. અને રાજ્ય ભરમાંથી જે પણ ઘોડો સુલતાનને સ્પર્ધામાં હરાવે છે તેને રૂપિયા 25 હજાર રોકડ અને સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુલતાન ઘોડાને હરાવાની ખુલી ચેલેન્જ માલિક દ્વારા ફેકવામાં આવતા રાજ્યના અશ્વમાલિકો સહીત લોકોમાં સુલતાન બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઇએ કે, સુલતાનની સવારી કોઈ ઉંમરલાયક અશ્વસવાર નહિ પણ ફક્ત 14 વર્ષનો અબ્દુલ સોરાબભાઈ મધરા કરે છે અને રોજ તેની માવજતથી લઇ ટ્રેનીગ સુધીનું દરેક કામ આ છોટે મિયા કરે છે જે લોકો માટે આશ્ચર્યજનક પમાડી રહ્યું છે. અને અબ્દુલે આ સુલતાન પર સવારી કરી અત્યર સુધીમાં 15 જેટલી સ્પર્ધાઓમમાં વિજેતા પણ થયો છે ત્યારે સ્પર્ધામાં આ નાના અશ્વસવારને જોઈ સૌ સ્પર્ધકો અને પ્રક્ષકો પણ નવાઈ પામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન