સ્વીડીશ PMએ મોદીનું માત્ર હિન્દી બોલીને જ નહીં લખીને આ રીતે કર્યું જોરદાર સ્વાગત - Sandesh
NIFTY 10,998.75 +61.90  |  SENSEX 36,481.66 +157.89  |  USD 68.3500 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સ્વીડીશ PMએ મોદીનું માત્ર હિન્દી બોલીને જ નહીં લખીને આ રીતે કર્યું જોરદાર સ્વાગત

સ્વીડીશ PMએ મોદીનું માત્ર હિન્દી બોલીને જ નહીં લખીને આ રીતે કર્યું જોરદાર સ્વાગત

 | 11:01 am IST

સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા પછી, સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવેન પ્રોટોકોલ તોડી મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનું વિદેશમાં ભવ્ય સ્વાગત નવી કોઇ નવી વાત નથી. દરેક વખતની જેમ આ વખતે પણ મોદી સ્વીડન પહોંચ્યા પછી ભારતીય સમુદાયના લોકોની સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સ્વીડિશ વડાપ્રધાને નરેદ્ર મોદીના સ્વાગતમાં તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હિન્દીમાં ટ્વિટ કરી તેમનું સ્વાગત કર્યું છે.

@SwedishPM ટ્વિટર હેન્ડલ પર, તેમણે લખ્યું હતું કે હું મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વીડનમાં હાર્દિક સ્વાગત કરું છુ. તેમણે આગળ લખ્યું હતું કે હું માનું છું મારો એક ઐતિહાસિક પ્રવાસ જે 2016ના મારા પ્રવાસ પછી આ એક યાદગાર મુલાકાત બની રહેશે અને અમારા સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે તેમના ટ્વિટ પર હિન્દામાં સુસ્વાગત પણ લખ્યું છે.

પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

સ્વીડનમાં ભારતીય રાજદૂત મોનિકા કપિલ મોહતાએ કહ્યું કે આ વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક પ્રવાસ છે, કારણ કે 30 વર્ષ પછી ભારતના વડાપ્રધાન સ્વીડન આવ્યા છે. પ્રથમ વખત સ્વીડનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની લેવા માટે પરંપરા તોડી એરપોર્ટ પર ગયા છે. તેમના દ્વારા પીએમ મોદીને રિસીવ કરવા અમારા માટે ગર્વની બાબત છે.

હવે પછી, વડાપ્રધાન લંડન જશે. અને 18મી એપ્રિલે લંડનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ ખાતે લોકોને સંબોધશે. એપ્રિલ 19 અને 20ના રોજ લંડનમાં કોમનવેલ્થ સમિટમાં સામેલ થશે. તેઓ એપ્રિલ 20ના રોજ ભારત પરત ફર્યા પહેલા બર્લિનમાં રોકાશે અને ચાન્સેલર એન્જેલા મર્કેલથી મુલાકાત કરશે.