The T20 World Cup held in Australia also covered the black clouds of crisis
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ઉપર પણ સંકટનાં કાળા વાદળો છવાયા

ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ઉપર પણ સંકટનાં કાળા વાદળો છવાયા

 | 10:17 pm IST

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી હોવા છતાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપના આયોજકોને આશા છે કે ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષના ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારી આ મેજર ટૂર્નામેન્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે. કોરોના કારણે પૂરા વિશ્વમાં તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ રદ કરવામાં અથવા સ્થગિત કરવામાં આવી છે.

આ સ્થિતિમાં 18મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી રમાનારા ટી-20 વર્લ્ડ કપ ઉપર પણ સંકટનાં કાળા વાદળો છવાયેલાં છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારી ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ તથા નેશનલ રગ્બી લીગ સિઝન પણ કોરોનાના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ લીગની તારીખો ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમ સાથે ટકરાઇ શકે છે.

ટી૨૦ વર્લ્ડ કપ આયોજન સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોક્લેએ જણાવ્યું હતું કે અમે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરી શકીએ તેવી સર્વશ્રોષ્ઠ પરિસ્થિતિમાં પહોંચવા માગીએ છીએ. અમને આશા છે કે વર્લ્ડ કપ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે. અમે તમામ વિકલ્પ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આયોજન સમિતિ, આઇસીસી તથા તમામ સભ્ય બોર્ડ સાથે સતત સંપર્કમાં છીએ. જો કોઇ પણ ફેરફાર થશે તો અમે તમામને માહિતગાર કરીશું પરંતુ અત્યારે તો માત્ર સાત મહિના બચ્યા છે અને અમારી સામે સમય હવે ઘણો ઓછા બાકી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ : કેડીલા હેલ્થકેર દ્રારા કોરોનાની દવાના રિસર્ચ મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન