The Taliban told Pakistan to let India's help come world
  • Home
  • Top News
  • તાલિબાનોએ પાકિસ્તાનને કહ્યું, ભારતની મદદને આવવા દો

તાલિબાનોએ પાકિસ્તાનને કહ્યું, ભારતની મદદને આવવા દો

 | 9:20 am IST
  • Share

  • પાકિસ્તાન એવું ઇચ્છે કે, અફ્ઘાનિસ્તાનની હાલત ખરાબ જ રહે

  • તાલિબાનો તેની પાસે મદદ માટે કરગરતા રહે  
  •  પાકિસ્તાનને ડર છે કે, તાલિબાનો જો સક્ષમ થઇ ગયા તો એ આપણને ભાવ નહીં આપે.

 

તાલિબાનો પણ પાકિસ્તાનના ઇરાદાઓ સમજે જ છે આપણા દેશે અફ્ઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 50 હજાર ટન ઘઉં આપવાની જાહેરાત કરી હતી. આ ઘઉં પાકિસ્તાનના રસ્તે અફ્ઘાનિસ્તાન સુધી પહોંચાડવા પડે એમ હતાપાકિસ્તાન આડું ચાલતું હતું પણ આખરે તેણે હા પાડવી પડી છે.

તાલિબાનો એક વાત સારી રીતે સમજી ગયા છે કે, દોસ્ત હોવાનો દાવો કરતું પાકિસ્તાન અફ્ઘાનિસ્તાનનું ભલું ઇચ્છતું નથી. પાકિસ્તાનની દાનત એવી છે કે, અફ્ઘાનિસ્તાનની હાલત ખરાબ જ રહે અને તાલિબાનો પાકિસ્તાન સમક્ષ કરગરતા રહે.

દુનિયા તરફ્થી અફ્ઘાનિસ્તાનને જે મદદ મળવાની છે એ પણ અફ્ઘાનિસ્તાન સુધી ન પહોંચે એવી દાનત પાકિસ્તાનની છે. યુનાઇટેડ નેશન્સે આખી દુનિયાના દેશોને એવી અપીલ કરી હતી કે, માનવતા ખાતર અફ્ઘાનિસ્તાનના લોકોને અનાજની મદદ કરો. અફ્ઘાનિસ્તાનના લોકોને જો તાત્કાલીક ખાદ્ય સામગ્રીની ન મળી તો લાખો લોકોના મોત થશે.

આપણા દેશે ગયા મહિને જ અફ્ઘાનિસ્તાનના લોકોને 50 હજાર ટન ઘઉં આપવાની જાહેરાત કરી હતી. સવાલ એ હતો કે, આ મદદ અફ્ઘાનિસ્તાન સુધી પહોંચાડવી કઇ રીતે? ભારત અને અફ્ઘાનિસ્તાન વચ્ચે અત્યારે હવાઇ વ્યવહાર બંધ છે. અફ્ઘાનિસ્તાન લેન્ડલોક્ડ કન્ટ્રી છે. મતલબ કે ત્યાં દરિયો નથી એટલે દરિયાઇ રસ્તે મદદ પહોંચાડવાનો સવાલ નથી. એ પછી બાકી એક જ ઉપાય બચ્ચો કે, જમીની રસ્તે મદદ મોકલવામાં આવે.

ભારત અને અફ્ઘાનિસ્તાનની વચ્ચે પાકિસ્તાન આવેલું છે. આપણા દેશે પાકિસ્તાનને કહ્યું હતું કે, અફ્ઘાનિસ્તાનને મદદ પહોંચાડવા માટે તમારી જમીનનો ઉપયોગ કરવા દો. 50 હજાર ટન ઘઉં મોકલવા માટે પાંચ હજાર ટ્રક પસાર કરવાની મંજૂરી આપો. પાકિસ્તાને પહેલા તો આનાકાની કરી હતી.

તાલિબાનોએ કહ્યું કે, ભારત અમને મદદ કરે છે એમાં તમે શા માટે આડા આવો છો? તમારી જમીન વાપરવા દેવામાં તમને શું વાંધો છે? પાકિસ્તાનને થયું કે, હવે જો આપણે ભારતની ટ્રકોને પાકિસ્તાનમાંથી પસાર થવાની પરવાનગી નહીં આપીએ તો આપણે ઉઘાડા પડી જશું અને દુનિયામાં આપણી ટીકા થશે. આખરે પાકિસ્તાને હા પાડવી પડી.

ભારત વિશે તાલિબાનો અનેક વખત એવું કહી ચૂક્યા છે કે, અમે ભારત સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. તાલિબાનો પાકિસ્તાનના કહેવાથી કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલશે એવી વાતો સંદર્ભે પણ તાલિબાનોએ કહ્યું છે કે, અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્યાંય પડવાના નથી.

અમને કાશ્મીરમાં નયા ભારનો રસ નથી. આ વાત તાલિબાનોએ હમણા પાકિસ્તાનની ધરતી પરથી જ કહી દીધી. તાલિબાનોએ આડકતરી રીતે પાકિસ્તાનને પણ જવાબ આપી દીધો કે, તમે અમારી અને ભારતની વચ્ચે આવતા નહીં.

અફ્ઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીરખાન મુત્તકી પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. તેમની આ મુલાકાત પાછળનો ઉદ્દેશ તો આતંકવાદી સંગઠન પાકિસ્તાનના તહરિકતાલિબાન અને પાકિસ્તાનની સરકાર વચ્ચે શાંતિ સમજૂતી કરાવવાનો હતો, આ કામની સાથોસાથ તેમણે ભારત સહિત દુનિયા સાથેના સંબંધો વિશે ચોખવટો કરી દીધી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એ ગમ્યું નહીં હોય પણ એ કંઇ કરી શકે એમ નથી.

અમીરખાન મુત્તકીએ કહ્યું કે, અફ્ઘાનિસ્તાન ભારત સહિત કોઇપણ દેશ સાથે કોઇપણ પ્રકારનો સંઘર્ષ ઇચ્છતું નથી. ભારત સાથેના સંબંધોમાં પાકિસ્તાન અને ચીન આડા આવે છે એ વિશેના સવાલમાં તેમણે ફ્રીથીએ જ વાત કરી કે, અમે બધા સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ.

દુનિયાનો કોઇ દેશ અફ્ઘાનિસ્તાનની પડખે નથી ચડતો તેનું કારણ માત્ર તાલિબાનો જ નથી, ચીન અને પાકિસ્તાન પણ છે. અમેરિકા સહિત અનેક દેશો એવું વિચારે છે કે, ચીન અને પાકિસ્તાનને અફ્ઘાનિસ્તાનમાં જે કરવું હોય એ કરે, અમને કોઇ ફ્રેર પડતો નથી. તાલિબાનો બસ આતંકવાદીઓને મદદ કરવા ન જોઇએ. અફ્ઘાનિસ્તાન વિશે દુનિયામાં એવી વાતો થઇ રહી છે કે, એ દેશ અપંગ થઇ ગયો છે.

ચાલવા માટે તેને બે ઘોડીની જરૂર પડે છે. જે બે ઘોડી છે એમાં એક ચીન છે અને બીજું પાકિસ્તાન છે. તાલિબાનના હાથમાં જે દિવસે બીજી ઘોડી આવી ગઇ એ દિવસે એ આ ઘોડીઓ ફ્ગાવી દેશે. તાલિબાનો ઇચ્છે છે કે, પાકિસ્તાન અને ચીન તાલિબાનોને માન્યતા આપે.

એ બંને માન્યતા આપવાનું તો નામ જ નથી લેતા. તાલિબાનોને માન્યતા આપે તો દુનિયાની આંખે ચડી જાય. માન્યતા આપવાની વાત તો દૂર રહી, પાકિસ્તાનના પ્રયાસો તો એવા છે કે તાલિબાનો અફ્ઘાનિસ્તામાં સ્થિરતા જ પ્રાપ્ત ન કરી શકે.

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાનો સામે લડવા માટે ઇસ્લામિક સ્ટેટ અને બીજા આંતકવાદી સંગઠનો તૈયાર થયા છે. પાકિસ્તાન પાછલા બારણે એ આતંકવાદી સંગઠનોને મદદ કરી રહ્યું છે. હમણાં જ બહાર આવેલા એક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, અફ્ઘાનિસ્તાનના લોકોને તાલિબાન સરકાર ઉપર ભરોસો નથી.

પાકિસ્તાન એવું જ ઇચ્છે છે કે, અફ્ઘાનિસ્તાનના લોકો અને સરકાર વચ્ચે ક્યારેય કોઇ પ્રકારનો મનમેળ ન થાય. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાનની સેના અફ્ઘાનિસ્તાનમાં જે નાના નાના આતંકવાદી સંગઠનો છે એને એકઠા કરી રહ્યા છે અને તેને તમામ પ્રકારની મદદ કરે છે.

 અફ્ઘાનિસ્તાનમાં આગામી સમયમાં આતંકવાદી ગતિવિધિઓ વધવાની છે એવું રિપોર્ટમાં જણાવાયું છે. ચીનની નજર અફ્ઘાનિસ્તાનના પેટાળમાં રહેલા ખનીજ પર છે. તાલિબાનો પાસેથી ચીનને ખનીજ કાઢવાની મંજૂરી પણ મળી જશે. સવાલ એ છે કે, બીજા આતંકવાદી સંગઠનો ચીનની કંપનીઓ અને ચીનના લોકોને ત્યાં શાંતિથી કામ કરવા દેશે? ચીન પાકિસ્તાનમાં

ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે. કોરિડોરના કામમાં લાગેલા લોકોએ હથિયારો સાથે રાખીને કામ કરવું પડે છે. ચીન સાથે આવું જ અને કદાચ આનાથી પણ વધારે ખરાબ અફ્ઘાનિસ્તાનમાં થવાનું છે.

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન વિરૂદ્ધના પરિબળો ફ્રીથી એક થવા લાગ્યા છે. વધુ એક વખત એવી વાતો ચાલવા લાગી છે કે, ઇમરાન ખાનનો તખ્તો ગમે ત્યારે પલટી જવાનો છે. પાકિસ્તાનની સેનાના વડા કમર જાવેદ બાજવા તેના સાથીદારો સાથે મળીને ગમે ત્યારે ખેલ પાડી શકે છે.

પાકિસ્તાનમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જે રીતે વધી રહી છે એનાથી પાકિસ્તાનના લોકો ઇમરાન ખાન અને તેની સરકારથી નારાજ છે. ઇમરાન ખાન લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા રહે છે.

ચીન ઇમરાન ખાનને બચાવી રહ્યું છે. ચીનને ડર છે કે, ઇમરાન ખાનને હટાવી દેવાયા તો આપણી બધી મહેનત પર પાણી ફ્રી વળશે. ચીન અને પાકિસ્તાનને અફ્ઘાનિસ્તાનમાંથી લાભ મેળવી લેવો છે. તાલિબાનો ધીમે ધીમે પાકિસ્તાનને પણ મોઢામોઢ કહેવા લાગ્યા છે કે, અમારી બધી જ વાતમાં તમારે માથું મારવાની જરૂર નથી. ભારતના મામલમાં તો અમને ક્યાંય સંડોવશો જ નહીં!  

         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો