રંગીન મિજાજી શિક્ષક યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો ને પત્નીની એન્ટ્રી પડી - Sandesh
  • Home
  • Gujarat
  • રંગીન મિજાજી શિક્ષક યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો ને પત્નીની એન્ટ્રી પડી

રંગીન મિજાજી શિક્ષક યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો ને પત્નીની એન્ટ્રી પડી

 | 8:27 pm IST

ધરમપુરના એક ગામમાં પરિણીત શિક્ષકે ગામની જ કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. દરમિયાન તેની પત્ની અને પરિવારજનોએ તેને ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો. હાલ આ ઘટના તાલુકામા ચર્ચાને ચકડોળે ચઢી છે.

ધરમપુર તાલુકાના લાકડમાળને અડીને આવેલા એક ગામમાં શિક્ષક પિતા અને ઘરરખ્ખુ માતા સાથે રહેતો તિમિર (નામ બદલ્યુ છે) હાલમાં રહેઠાણવાળા ગામની નજીકમાં જ આવેલા એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. બારેક વર્ષ પહેલા ગામમાં રહેતી જીનલ (નામ બદલ્યુ છે) નામની ૧૮ વર્ષીય યુવતી સાથે આંખો મળી જતા, બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. થોડા સમય બાદ બંનેના પરિવારો સાથે સંબંધ સુધરી જતા, તિમિર તેના માતા-પિતા સાથે એક જ ઘરમાં રહેવા માંડયો હતો.

દરમિયાન, તિમિરે પત્ની જીનલને અંધારામાં રાખીને તેના જ ગામના અન્ય ફળિયામાં રહેતી રીંપલ (નામ બદલ્યુ છે) નામની ૨૫ વર્ષીય કુંવારી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. આ અંગેની વાત ઉડતી-ઉડતી પત્ની જીનલના કાને પહોંચી ત્યારે તિમિરે વાતને ખોટી કહી વાતને ઉડાવી દીધી હતી.

જેથી પત્નીએ તેના માતા-પિતા સહિતના પરિજનોને ગત રવિવારે વોચ ગોઠવાતા શિક્ષક તેની પ્રેમિકા રીંપલના ઘરેથી ઝડપાઇ ગયો હતો. રોષે ભરાયેલા જીનલના પરિજનોએ રંગીલા શિક્ષકની બરાબર ધોલધપાટ કરી હતી. આ અંગે જીનલના પિતાએ શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ પણ કરી હતી. જો કે, પોલીસ કોઇ એકશન લે તે પહેલા ગામના આગેવાનોએ આ મુદ્દે ગામમાં જ બંને પક્ષોની બેઠક યોજી નિર્ણય લેવાનું નક્કી કરતા, હાલ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.