વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયા સિરીઝની 5મી ટેસ્ટ ક્યારેય જીતી શકી નથી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયા સિરીઝની 5મી ટેસ્ટ ક્યારેય જીતી શકી નથી

વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયા સિરીઝની 5મી ટેસ્ટ ક્યારેય જીતી શકી નથી

 | 11:41 am IST

ઇંગ્લેન્ડ સામે સિરીઝ ગુમાવી ચૂકેલ ભારતીય ટીમ શુક્રવારથી શરૂ થઇ રહેલ પાંચમી ટેસ્ટમાં સન્માન બચાવવા માટે ઉતરશે. ટીમ ઇન્ડિયા છેલ્લી મેચ જીતીને સિરીઝને પૂર્ણ કરવા માંગશે. ઇંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 3-1થી અજેય લીડ બનાવી લીધી છે, જેના કારણે ઓવલમાં થનાર મેચ માત્ર ઔરચારિક મેચ બની ગઇ છે. પરંતુ વિરાટ કોહલીની ટીમ સિરીઝનો અંત સકારાત્મક રીતે કરવા માંગશે.

ભારત માટે 2-3નું પરિણામ 1-4થી ઘણું સારૂ રહેશે અને ટીમ ટેસ્ટ જીત માટે ઉત્સાહી નજર આવી રહી છે, પરંતુ આંકડાઓ તેમના પક્ષમાં નથી. માયૂસ વિરાટ સિરીઝમાં 2-3ના પરિણામ માટે ઉતરશે જેથી તેઓ ટીમમાં બ7દલાવ પણ કરી શકે છે.

વિદેશી ધરતી પર સિરીઝની પાંચમી ટેસ્ટની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ અત્યાર સુધીમાં સફળ થઇ શકી નથી. તેમણે આવી 13 ટેસ્ટ મેચ રમ્યા છે, 7મા તેમને હારનો સામનો કરવો પડ્યો છે અને 6 મેચો ડ્રો રહી છે.

ઇંગ્લેન્જની જમીન પર ભારતે અત્યાર સુધીમાં સિરીઝની પાંચમી મેચ તરીકે 2 મેચ રમ્યા છે અને બંન્ને મેચો હાર્યા છે. મજાની વાત એ છે કે, બંન્ને ટેસ્ટ ઓવેલમાં જ રમવામા આવી છે. હવે જો આ વખતે પણ ટીમ ઓવલના મેદાનમાં હારી જાય છે તો તેમની હારની હેટ્રિક પૂર્ણ થઇ જશે.

ભારતે પોતાના ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીમાં સિરીઝની પાંચમી ટેસ્ટના રૂપે 34 ટેસ્ટ રમ્યા છે, જેમાથી 11મા હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 5 મેચમાં જ જીત મળી છે અને 18 ડ્રો રહી છે.