The technique of applying lipstick will give an attractive look
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • લિપસ્ટિક લગાવવાની ટેક્નિક આપશે આકર્ષક લુક

લિપસ્ટિક લગાવવાની ટેક્નિક આપશે આકર્ષક લુક

 | 12:30 am IST
  • Share

રોજિંદા જીવનમાં યુવતીઓ મેકઅપ કરે કે ન કરે પણ ઘરની બહાર નીકળે ત્યારે લિપસ્ટિક અચૂક લગાવતી હોય છે. લિપસ્ટિકને યોગ્ય રીતે લગાવવામાં ન આવે તો લિપસ્ટિક અને યુવતી બંને આકર્ષક લાગતાં નથી. જાહેરાતમાં આપણને લિપસ્ટિક્સ પ્રોડક્ટ્સ બહુ આકર્ષક લાગે છે, એ જ પ્રોડક્ટ્સ આપણે લગાવીએ તો આપણને એટલો આકર્ષક લુક મળતો નથી, જેટલો સ્ક્રીન પર જોવા મળે છે. જાહેરાતમાં પ્રોડક્ટ્સને રજૂ કરવા માટે મોડેલ અને પ્રખ્યાત હસ્તીઓ હોય છે. ફક્ત આ જ કારણથી તેમના પર લિપસ્ટિક સારી લાગે એ જ યોગ્ય કારણ નથી. પણ પ્રોડક્ટનો ઉપયોગ યોગ્ય રીતે કરવો એ પણ જરૃરી છે. લિપસ્ટિક લગાવવાની પણ એક ટેક્નિક હોય છે. એ ટેક્નિકને અપનાવવામાં આવે તો તમે પણ આકર્ષક લાગશો. તો આજે આપણે એ ટેક્નિક વિશે વાત કરીશું. 

લિપસ્ટિક લગાવીને સોફ્ટ લુક મેળવવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ અપનાવો. લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર લિપ બામ લગાવી દો. તમારી મનગમતી લિપસ્ટિકનો શેડ્સ કાઢો. તે બુલેટ હોય કે લિક્વિડ લિપસ્ટિકને સીધા જ હોઠ પર સ્વાઇપ ન કરો. પહેલાં હોઠની વચ્ચે બ્રશની મદદથી લીટી દોરી લો અથવા ડોટ ડોટ કરો. પછી સોફ્ટ અને બ્લરી લુક માટે આંગળીઓથી થપથપાવો. આ ટિપ અલગ અલગ શેડ્સની લિપસ્ટિકને મિક્સ મેચ કરીને લગાવવા માટે પણ ઉપયોગી થશે. હોઠને ઉપસેલા બતાવવા અને ડિફાઇન લુક માટે લિપ લાઇનરની મદદથી લિપ્સને આઉટલાઇન કરો અને પછી બ્રશની મદદથી સારી રીતે મિક્સ કરો. મેકઅપ આર્િટસ્ટ હંમેશાં આ ટ્રિકનો ઉપયોગ કરે છે. શરૃઆતમાં વાર લાગશે પણ પછી ફાવટ આવી જશે. સોફ્ટ લુક માટે લાઇટ શેડ્સની લિપસ્ટિકનો ઉપયોગ કરો.  

બોલ્ડ લિપ લુક    

સારી રીતે ડિફાઇન લિપ્સ માટે સૌથી પહેલાં લિપ પેન્સિલની મદદથી આઉટલાઇન કરી લો. પછી લિપ બ્રશનો ઉપયોગ કરી તેને ભરો. તમે જો ધ્યાન આપ્યું હશે તો સમજી જશો કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્સર્સ અને સેલેબ્સ બોલ્ડ લુકિંગ માટે લિપ લાઇનરનો ઉપયોગ કરે છે. તમારા હોઠ પાતળા હોય તો લિપ લાઇનરને લિપની બહારની સાઇડથી લગાવો. વધારે ઉપરથી લિપ લાઇનર પણ ન લગાવવું નહીં તો હોઠ સુંદર લાગવાને બદલે ખરાબ લાગશે. એ પછી લિપ બ્રશ લો અને બ્રિસલ્સ પર તમારી મનગમતી લિપસ્ટિક પિગમેન્ટ લગાવીને હળવેકથી હોઠ ભરો. હોઠ ભરતી વખતે ધ્યાનમાં રાખો કે એકસમાન રીતે લગાવાઈ હોય. બોલ્ડ લુક માટે ડાર્ક રંગની લિપસ્ટિક લગાવવાનું પસંદ કરો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન