The temple of Hanuman in the cemetery, removes the sorrow of devotees
  • Home
  • Featured
  • સ્મશાનમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજીનું મંદિર, ભક્તોના દુ:ખ થાય છે દૂર

સ્મશાનમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજીનું મંદિર, ભક્તોના દુ:ખ થાય છે દૂર

 | 8:39 am IST

વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના ખાનપુરા ગામમાં બિરાજે છે હનુમાનજીનું અનેરુ ધામ. આ વિસ્તાર આમ તો કાશી વિશ્વનાથ મહાદેવ કાયાવરોહણના તીર્થ સ્થળ તરીકે પ્રખ્યાત છે અને તેની નજીક જ કષ્ટભંજનનું આ સુંદર મંદિર આવેલુ છે. આ ગામમા ૧૨ ગામોનું સહિયારુ સ્મશાન આવેલુ છે. આ સ્મશાનમાં સ્વંયભુ પ્રગટ થયેલ હનુમાંનજીનું મંદીર આવેલુ છે. સ્મશાન ભુમિમાં હનુમાનજી પ્રગટ થયેલ હોવાથી મુક્તિધામ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે વર્ષો પહેલા ગામનાજ એક વડીલને સ્વપ્નમા સ્વયં હનુમાનજી પ્રગટ થયા હતા અને સ્મશાન ભુમિમાં હોવાની દિશા સુચવેલ જે મુજબ ત્યાં હનુમાનજી મુર્તિરૂપે પ્રગટ થયા હતા. ત્યાં આશરે ૫૦૦ વર્ષ પૂર્વે મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. જે આજે પણ ભક્તોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરમાં સાચા મનથી હનુમાનજીની ભક્તિ કરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન