video : દર્શન કરો ચિત્રકૂટમાં આવેલા હનુમાનધારા પ્રાચીન મંદિરના - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • video : દર્શન કરો ચિત્રકૂટમાં આવેલા હનુમાનધારા પ્રાચીન મંદિરના

video : દર્શન કરો ચિત્રકૂટમાં આવેલા હનુમાનધારા પ્રાચીન મંદિરના

 | 2:44 pm IST

ચિત્રકૂટમાં ઘણાં સુંદર સ્થાનો આવેલા છે પરંતુ આજે ચિત્રકૂટમાં આવેલા હનુમાનધારા મંદિરના પ્રાચીન મંદિર વિશે જણાવીશું. જેનો ઇતિહાસ રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલો છે. ત્યારે એવું કહેવાય છે કે પ્રભુ શ્રી રામે આજ સ્થળે વનવાસનો સમય પસાર કર્યો હતો. આજે પણ શ્રી રામના ચિન્હો આ મંદિર પર જોવા મળે છે. તો આવો જાણીએ આ પાવનકારી સ્થળની ગાથા…

ચિત્રકૂટધામ મંદાકિની નદીના કિનારે વસેલુ ભારત દેશમાં સૌથી પ્રાચીન તિર્થ સ્થળોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં 38.2 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં ફેલાયેલું શાંત અને સુંદર પ્રકૃતિ અને ઇશ્વર તરફથી મેળલી ભેટ છે. ચારે તરફથી પર્વત માળા અને વનોથઈ ઘેરાયેલા આ ચિત્રકૂટને આશ્વર્યની પહાડી કહેવામાં આવે છે. મંદાકિની નદીમાં કિનારે બનેલા અનેક ઘાટો અને મંદિરોમાં આખા વર્ષ દરમિયાન શ્રદ્વાળુઓની ભીડ જોવા મળે છે. ત્યારે અહી નજીક એક પર્વતના આધારે હનુમાનજીની મુર્તિ રહેલી છે. સાથે જ હનુમાન ધારા કુંડમાં જળ ધારા સતત વહેતી હનુમાનજીની મુર્તિનું સ્નાન કરાતી આગળ ચાલે છે.