The ticket of the Statue of Unity will get only Rs. 90 in gujarat
  • Home
  • Baroda
  • સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નિહાળવા મળશે માત્ર રૂ. 90માં, સરકારે આપ્યું કન્સેશન

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નિહાળવા મળશે માત્ર રૂ. 90માં, સરકારે આપ્યું કન્સેશન

 | 1:21 pm IST

વિશ્વની સૌથી ઉચી પ્રતિમા ક્યા આવેલીછે? કયા દેશમા, કયા રાજ્ય અન કયા જિલ્લા અને શહેરમા આવેલી છે? આ પ્રશ્ન હવે જનરલ નોલેજનો બની ગયો છે. ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ગૌરવભેર જવાબમા જણાવી રહ્યાં છે કે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ નર્મદા ડેમથી 3 કીમી દૂર આવેલ સાધુ ટેકરી પર સ્ટેચ્યૂ ઓફ યુનીટી આવેલી છે.

જોકે ગુજરાત સરકારે પ્રવાસીઓની સંખ્યામા વધારો થાય અને સરકારને કરોડોની આવક થાય તે માટે શિક્ષણ વિભાગના સંયુકત શિક્ષણ નિયામક ગાંધીનગરે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને શાળાના વિદ્યાર્થીઓને પણ સ્ટેચ્યુ ઓફ યુનીટીનો પ્રવાસનુ આયોજન કરવાનુ ફરમાન કર્યુ છે,

આ આદેશાનુસાર નર્મદાના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ નર્મદાની દરેક શાળાના આચાર્યને પરિપત્ર કરીને વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યૂનીટીનો પ્રવાસ બાળકોને મોકલવાનુ ફરમાન કરાયુ છે.

જોકે સામાન્ય લોકો માટે રૂ.380ની ટીકીટ સામે શાળાના વિદ્યાર્થીઓ માટે રૂ.9૦ કન્સેશનનો રેટ રખાયો છે. જોકે વિદ્યાર્થીઓ માટે સારી અને રાહતની વાત જરૂર છે પણ નર્મદા જિલ્લેા આદિવાસી વિસ્તાર છે.

તેમા અભ્યાસ કરનારા ગરીબ બાળકોની સંખ્યા વધુ છે. જેમા ઘણા એવા બાળકો છે જેમના પગમા ચંપલ નથી. પેટે પાટા બાંધીને મજૂરી કરીને ભણતા નબળી આર્થિક પરિસ્થિતી વાળા બાળકો માટે સ્ટેચ્યૂના કન્સેશનની ટીકીટ ના રૂ.9૦ કાઢવા પણ મુશ્કેલ છે. ત્યારે નર્મદાના ગરીબ બાળકો વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા જોવાથી વંચીત રહી જશે.

આ અંગે નર્મદાના નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સચીન શાહે જણાવ્યુ હતુ કે બાળકો માટ રૂ.90નુ કન્શેશન આપ્યુ છે. તે ઘણી સારી વાત છે,

નર્મદાના વધુ બાળકો આ પ્રતિમા નિહાળવાનો લાભ લે તેવો પ્રયત્ન કરાયો છે, પણ જિલ્લામાં ઘણા ગરીબ બાળકો હોવાથી રૂ.9૦ની ટીકીટ ખર્ચી શકે તેમ નથી, તો વીરપોર ગામના વાલી ચૈતરભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે નર્મદાના સ્થાનીક બાળકો માટે ફી ના હોવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન