રત્નમ ટાવરની ઘટના એટલી ક્રુર હતી કે, આસપાસના લોકો ઘરને તાળા મારી ભાગી ગયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • રત્નમ ટાવરની ઘટના એટલી ક્રુર હતી કે, આસપાસના લોકો ઘરને તાળા મારી ભાગી ગયા

રત્નમ ટાવરની ઘટના એટલી ક્રુર હતી કે, આસપાસના લોકો ઘરને તાળા મારી ભાગી ગયા

 | 9:33 am IST

‘કલ્પના પણ નહોતી કરી કે આ પરિવારમાં આવી ઘટના ઘટશે’..આ શબ્દો છે ત્રીપલ મર્ડરની ઘટના ઘટેલ વસ્ત્રાપુર વિસ્તારની રત્નમ ટાવરના રહિશોના. જેમણે જણાવ્યુ હતુ કે ધર્મેશભાઈના સ્વભાવને જોતા અમારા મગજમાં આ વાત બેસતી જ નથી. છતા પણ આ કૃત્ય તેમણે જાતે જ કર્યુ હોવાનું કબુલી રહ્યાં છે.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારના રત્નમાં ટાવરમાં રહેતા ધર્મેશ શાહે ક્ષણિક આવેશમાં આવી બે પુત્રી સહિત પત્નિને રિવોલ્વરની ગોળીઓથી ઢાળી દેતા આખા વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઘટના એટલી ક્રુર હતી કે, આ ફ્લોરના લોકો પોતાના મકાનને તાળા મારી ભાગી ગયા હતા. તો બીજી તરફ એક મકાન માલિકે તો પોતાનું મકાન અંદરની ખંભાતી તાળુ મારી બંધ કરી દીધુ હતુ. જ્યારે બહુમાળી ટાવરમાં સન્નાટો સવાઈ ગયો હતો. સ્થાનિક લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. ટાવરના લોકો ઘરની નજીક પણ આવતા ડરી રહ્યા હતા તો કેટલાક લોકો બહુમાળી ટવારની બારીઓમાંથી દૃશ્ય જોઈ રહ્યા હતા.

‘ધર્મેશભાઈના સ્વભાવને જોતા અમારા મગજમાં આ વાત બેસતી જ નથી. છતા પણ આ કૃત્ય તેમણે જાતે જ કર્યુ હોવાનું કબુલી રહ્યાં છે. જેનો જાતે જ પોલીસ કંટ્રોલને પણ જાણ કરી છે. આ બધુ ક્ષણીક આવેશમાં આવતી જતા બની ગયુ લાગે છે’ (સ્થાનિક મિત્ર)

‘ધર્મેશભાઈને અમે ૨૦-૨૫ વર્ષથી ઓળખીએ છીએ અને છેલ્લા પંદરેક વર્ષથી અહી રહેવા આવ્યાં છે. તેઓ કન્સ્ટ્રક્શનનો બીજનેસ સંકળાયેલા હતા. તે આવુ કૃત્ય કઈ રીતે કરી શકે તે માનવામાં જ આવતુ નથી. હજુ સુધી કોઈ દાડો કઈ જાણવામાં જ આવ્યું નથી.’ (સ્થાનિક રહેવાસી)

‘અમે વર્ષોથી જાણીએછીએ તેઓએ આ કૃત્ય માત્ર ક્ષણીક આવેશમાં આવી કર્યુ લાગે છે’ (સ્થાનિક રહેવાસી)