અફઘાનિસ્તાનની આઝાદીની ખરી હકીકત  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અફઘાનિસ્તાનની આઝાદીની ખરી હકીકત 

અફઘાનિસ્તાનની આઝાદીની ખરી હકીકત 

 | 2:00 am IST
  • Share

બે દાયકા પહેલાં અફઘાનિસ્તાનને તાલિબાનથી મુક્ત કરાવવાની નેમ સાથે આવેલું અમેરિકા છેવટે આ દેશને તાલિબાનના હવાલે કરીને બિસ્તરા પોટલા બાંધીને ઘરભેગું થઈ ગયું છે. અફઘાનિસ્તાનની આનાથી વધારે બદકિસ્મતી બીજી શું હોઈ શકે ? થોડા સમય પહેલાં મોડીરાત્રે અમેરિકાના સૈનિકોને લઈને છેલ્લું વિમાન ઊડયું ત્યારબાદ તાત્કાલિક તાલિબાનના નેતાઓએ અફઘાનિસ્તાનને આઝાદ ઘોષિત કરી દીધું હતંુ.

ઉલ્લેખનીય છે કે, ૧૫ ઓગસ્ટે તાલિબાનના લડાકુઓએ કાબુલને તેમના કબજામાં લઈ લીધું હતંુ. ત્યારબાદ અફઘાનિસ્તાનમાં જેવોે ઘટનાક્રમ રહ્યો તેને જોતા અહીં હવે શું થશે તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. દેશમાં હાલ અનિિૃતતાનો સમય ચાલી રહ્યો છે. અહીં હજુ વચગાળાની સરકાર પણ બની શકી નથી ત્યારે આ દેશ કેવી રીતે ચાલશે, વિદેશી દૂતાવાસો કેવી રીતે કામ કરશે અને લોકોની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાશે અને સૌથી મોટી વાત એ છે કે, તાલિબાન હવે કેવી રીતે શાસન ચલાવશે વગેરે પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી છે. શું તાલિબાન ગયા વખતની જેમ ર્ધાિમક કાયદાઓને લોકો પર લાદશે કે પછી આધુનિક જમાના અનુસાર જનમતનું સન્માન કરતાં ઉદાર વલણ અપનાવશે ? બીજુ મોટું સંકટ એ છે કે, તાલિબાનને અફઘાનિસ્તાનમાં રહેલા સ્થાનિક અને કબાઇલી જૂથોના વિરોધનો પણ સામનો કરવો પડશે. તાલિબાન વિરોધી વિદેશી તાકાતો આ સમૂહો સાથે છે એવામાં દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.

આગામી સમયમાં અફઘાનિસ્તાન કેવું હશે તે ઘણા અંશે તાલિબાનની નીતિરીતિઓ પર આધાર રાખે છે. છેલ્લા એક અઠવાડિયામાં તાલિબાને વાતો તો મોટી મોટી કરી છે. શરૃઆતના નિવેદનોમાં તાલિબાને મહિલાઓ પ્રત્યે બદલાયેલા વલણનો સંકેત આપ્યો હતો અને મહિલાઓને સત્તા અને વહીવટમાં સામેલ થવાની અપીલ પણ કરી હતી. એટલું તો ઠીક વિરોધીઓ અને અમેરિકા માટે કામ કરનાર લોકોને માફી આપવા સુદ્ધાની વાત કરી હતી. જેનાથી એવું લાગતું હતું કે સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાન હવે દુનિયા સાથે કદમતાલ મિલાવીને ચાલવા માંગે છે. જોકે એવા સમાચારો પણ સામે આવ્યા હતા કે ઘણી જગ્યાએ તાલિબાન લડાકુઓએ બે દાયકા પહેલં જેવું હતું તેવું જ વલણ દાખવ્યું હતું. આવી ઘટનાઓથી એવી આશંકાઓ મજબૂત થતી જોવા મળી કે તાલિબાનનું વાસ્તવિક રૃપ બદલાયું નથી. ત્યારે તાલિબાન સરકારને સ્થાનિક અને વિદેશી બંને મોરચે તેમની દાનત સાફ અને સાચી છે તે સાબિત કરવાનું રહેશે. હાલમાં અફઘાનિસ્તાનમાં શાસન વ્યવસ્થા ઠપ્પ છે અને દેશ નાદારીના આરે આવીને ઊભો છે. લોકો પાસે પૈસા નથી અને પેટનો ખાડો પૂરવાની પણ તકલીફ પડી રહી છે જે અફઘાનિસ્તાન સામે મોટા અને ગંભીર પડકારો છે.

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમૂહો સાથે તાલમેલ મિલાવવાની વાત છે તો તાલિબાન શાસકો સમક્ષ મોટો પડકાર તેમના પક્ષે વૈશ્વિક સમર્થન મેળવવાનો છે. આ માટે તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી લઈને અમેરિકા અને તેમના સમર્થક દેશોની શરતો પર ખરી, સાબિત થવું પડશે. જેમાં પહેલી શરત તો એ છે કે કોઈપણ આતંકી કાર્યવાહી, બીજા દેશ પર હુમલો કરવા કે પછી આતંકી તાલીમ જેવા કામો માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ના થાય તે જોવાનું રહેશે. હવે જોવાનું એ રહે છે કે તાલિબાન માટે આવું કરવું ક્યાં સુધી શક્ય બને છે. અમેરિકા સહિત બધા દેશો પણ આ હકીકતથી અજાણ્યા નથી. જે સંગઠનની રચનાના જ ધર્મયુદ્ધના પાયા પર થઈ છે અને જેની પાછળ પાકિસ્તાન જેવો દેશ મજબૂતી સાથે ઊભો હોય તે કટ્ટરતા છોડી દે તે કેવી રીતે બની શકે ? તાલિબાનની તાકાત જ અલકાયદા જેવા સંગઠન રહ્યા છે જેમને ક્યારેક અમેરિકા સહિત બીજા દેશોએ તેમના હિતોને સાધવા માટે ઊભા કર્યા હતા. તાલિબાનની પીઠ પર હવે પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા દેશોનો હાથ છે. આ માટે અફઘાનિસ્તાન હવે નવા સંઘર્ષનો અખાડો બની જાય તો પણ આૃર્ય ના થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન