The UK's Law Makers raised Facebook's data policy
  • Home
  • Technology
  • UKના લો મેકર્સે ફેસબુકની ડેટા પોલીસી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-‘FACEBOOK ડીજીટલ ગેંગસ્ટર’

UKના લો મેકર્સે ફેસબુકની ડેટા પોલીસી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-‘FACEBOOK ડીજીટલ ગેંગસ્ટર’

 | 5:21 pm IST

ફેસબુક પોતાના ડેટા પ્રાઈવસીને લઈને ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે યુ.કે.ના લો મેકર્સએ ફેસબુકની ડેટા પોલીસી પર સવાલ ઉભા કર્યા છે.   

યુ.કે.ના લો મેકર્સનું કહેવું છે ફેસબુક “ઇરાદાપૂર્વક અને જાણી જોઈને” એ યુ.કે. ડેટાની ગોપનીયતા અને કાયદાનું ઉલ્લંઘન કરે છે, જેથી તેને તાકીદે નિયમન અને તપાસ કરવાની જરૂર છે, આ ખુલાસો બ્રિટીશ લો મેકર્સના એક નવા રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

યુ.કે.ના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ કમિટીએ 18-મહિનાની તપાસ બાદ જાહેર કરેલી અંતિમ રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે, “બનાવટી સમાચાર” અને ખોટી માહિતી ફેલાવવામાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની મહત્વપુર્ણ ભૂમિકા છે.

તમને જણાવી દઈએ કે, આ 108 પાનાના રીપોર્ટમાં,  લો મેકર્સે સોશિયલ મીડિયા સાઇટ્સ માટે સ્વતંત્ર નિયમનકારની રચના કરવા અને ફરજિયાત કોડ ઓફ કન્ડક્ટની માંગણી કરી છે. અને જો આ કાયદાઓનો ભંગ કરવામાં આવે “મોટા દંડ”ની પણ જોગવાઈ કરવા માંગ કરી છે.  

અહેવાલ અનુસાર, ફેસબુક જેવી કંપનીઓને ઑનલાઇન દુનિયામાં ‘ ડીજીટલ ગેંગસ્ટર્સ’ જેવી વર્તન કરવાની છૂટ આપવી જોઈએ નહીં, કારણ કે તેઓ એવું માને છે કે તેઓ કાયદાથી આગળ અને બહાર છે.

સમિતિએ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ પર આરોપ મૂક્યો કે યુ.કે. સંસદ તરફ  “તિરસ્કાર” દર્શાવે છે. ગત વર્ષે કંપનીના ડેટા કલેક્શન પ્રેક્ટિસ પર ચર્ચા કરવા માટે ઝુકરબર્ગ U.S. અને E.U.ના લો મેકર્સ સામે આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં પુરાવા આપવા માટે તેઓએ અન્ય કંપનીના પ્રતિનિધિઓને મોકલ્યા હતા.

સમિતિના અધ્યક્ષ ડેમિયન કોલિન્સે સમિતિની વેબસાઇટ પર જણાવ્યું છે કે, “માર્ક ઝુકરબર્ગ સતત નેતૃત્વ અને વ્યક્તિગત જવાબદારીના સ્તરને દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે.  જ્યારે ફેસબુક વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં  ટોચ પર બેસે છે.

એક નિવેદનમાં, ફેસબુકે જણાવ્યું હતું કે, તેણે તપાસમાં “નોંધપાત્ર યોગદાન” આપ્યું છે, જેમાં ચાર વરિષ્ઠ અધિકારીઓએ પુરાવા આપતા 700 થી વધુ પ્રશ્નોના જવાબ આપ્યા છે, અને વધુમાં ઉમેરતા જણાવ્યું કે, તેઓ  “અસરકારક ગોપનીયતા કાયદા” પર ભાર આપે છે.

ફેસબુકના યુ.કે.ની પબ્લીક પોલીસી મેનેજર કરિમ પાલંતે જણાવ્યું હતું કે, “હજી અમારે હજુ ઘણું કરવાનું બાકી છે, અમે હવે એક વર્ષ પહેલાં જેવી કંપની નથી.”

સોમવારે બ્રિટીશ લો મેકર્સે જણાવ્યું હતું કે, તેમને પુરાવા મળ્યા છે કે ફેસબુક કેટલાક એપ્લિકેશન ડેવેલપરોને ડેટા સ્થાનાંતરિત કરવા માટે તેના વપરાશકર્તાઓની ગોપનીયતા સેટિંગ્સને ઓવરરાઇડ કરવા માટે તૈયાર છે.  ત્યારે આ રિપોર્ટમાં વિસ્તૃત તપાસ હાથ ધરવા માટે વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન