છત્રી વિશે આ બધી વાત જાણો છો? - Sandesh

છત્રી વિશે આ બધી વાત જાણો છો?

 | 1:45 am IST

ચોમાસાની સીઝનમાં વરસાદથી બચવા માટે લોકો રેઈનકોટ અને છત્રીનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગે લોકો છત્રીનો ઉપયોગ વધુ કરતા હોય છે. પ્રાચીન સમયમાં યુરોપિયન છત્રીનો ઉપયોગ થતો હતો. તેને બનાવવા માટે લાકડું અને વ્હેલ માછલીના હાડકાંનો વપરાશ થતો. છત્રીની ઉત્પત્તિ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે. અંગ્રેજીમાં તેને આપણે અમ્બ્રેલા કહીએ છીએ. લેટિન ભાષામાં તેને અમ્બરા કહેવામાં આવે છે. જેનો મતલબ છાયા થતો હતો. છત્રીનો ઉપયોગ ભારત ઉપરાંત ચીન, યુનાન જેવાં દેશોમાં પણ કરવામાં આવતો હતો. છત્રીની સૌ પ્રથમ દુકાન ઈ.સ. ૧૮૩૦માં જેમ્સ સ્મિથ એન્ડ સન્સના નામથી શરૂ થઈ હતી જે અત્યારે પણ લંડનમાં ચાલી રહી છે.