The UP Assembly elections will be fought under the leadership of Priyanka Gandhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સલમાન ખુર્શીદે કહ્યું, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ નેતા હશે કોંગ્રેસનો ચહેરો

સલમાન ખુર્શીદે કહ્યું, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ નેતા હશે કોંગ્રેસનો ચહેરો

 | 6:14 pm IST
  • Share

એક દિવસના પ્રવાસે આગ્રા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પ્રિયંકા ગાંધીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા આવેલા સલમાન ખુર્શીદે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા કોંગ્રેસનો ચહેરો હશે.

નોંધનિય છે કે, યૂપીમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, જેની તૈયારીમાં બધી પાર્ટીઓ અત્યારથી જ લાગી ગઈ છે. ભાજપ જમાની સ્તરે મજબૂત સંગઠન સાથે કામ કરી રહી છે. તો સમાજવાદી પાર્ટી પણ આ વખતે મજબૂત ટક્કર આપવા કમર કસી રહી છે. તો બીજી તરફ માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી પણ 2017ના ફોર્મુલા પર તસવીર બદલવાની કોશીશમાં છે પરંતુ હાલમાં કોંગ્રેસ આ લડાઈમાં થોડી પાછળ હોય તેવુ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં સલમાન ખુર્શીદનું નિવેદન રાજકીય ગરમાવો લાવી શકે છે. આગરામાં ખુર્શીદે કહ્યુ કે, કોંગ્રેસ યૂપીમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે પરંતુ પાર્ટી બધા નારાજ લોકોને મનાવશે.

આ દરમિયાન પ્રિયંકા ગાંધી 22 મહિના બાદ અમેઠીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અહિયાં તે પરિવાર સાથે મુલાકાત કરી જ્યાં 6 દિવસ પહેલા દિવાસ ધરાશાયી થવાથી 3 બાળકોના મોત થયા હતા. પ્રિયંકા ગાંધીએ પરિવારને સાંત્વના આપતા કહ્યું કે, તે દરેક પ્રકારની મદદ માટે પરિવાર સાથે ઉભા છે.

તમને જણાવી દઈએ કે, 23 જાન્યુઆરીએ પ્રિયંકા ગાંધી તેમના માતા સોનિયા ગાંધી સાથે અમેઠીની મુલાકાતે આવ્યા હતા. ભરેઠામાં એક અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકો મોતને ભેટ્યા હતા જેને સાંત્વના આપવા પ્રિયંકા ગાંધી ત્યા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન