અમેરિકાએ ઈરાનનાં ચાબહાર પોર્ટ પર વિકાસ માટે ભારતને પ્રતિબંધોથી રાહત આપી - Sandesh
  • Home
  • World
  • અમેરિકાએ ઈરાનનાં ચાબહાર પોર્ટ પર વિકાસ માટે ભારતને પ્રતિબંધોથી રાહત આપી

અમેરિકાએ ઈરાનનાં ચાબહાર પોર્ટ પર વિકાસ માટે ભારતને પ્રતિબંધોથી રાહત આપી

 | 12:23 am IST

। વોશિંગ્ટન ।

વોશિંગ્ટન ઈરાનનાં ચાબહાર પોર્ટ પર વિકાસ માટે અમેરિકાએ ભારતને પ્રતિબંધો દરમિયાન કેટલીક વિશેષ રાહતો આપી છે. ભારત ચાબહાર પોર્ટનાં બાંધકામમાં સહયોગ કરી રહ્યો છે. અહીંથી અફઘાનિસ્તાનને રેલમાર્ગે સાંકળવામાં આવશે. આને લીધે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનને વેપારમાં સુવિધા મળશે. આ રાહતોમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાનથી જોડતી રેલવેલાઇનનું નિર્માણ સામેલ છે.

ભારતની ભૂમિકાને માન્યતા આપી

આ રાહતને ઓમાન ખાડીમાં પોર્ટના વિકાસમાં ભારતની ભૂમિકાને અમેરિકાએ માન્યતા આપી છે એ રીતે જોવામાં આવે છે. ચાબહાર બંદરનું યુદ્ધનો ત્રાસ ભોગવી ચૂકેલા અફઘાનિસ્તાનના વિકાસમાં વ્યૂહાત્મક મહત્ત્વ છે. અમેરિકી વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે બહુ ચર્ચાવિચારણા કર્યા પછી અમે ચાબહારના વિકાસ, અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં આવનારી બિનપ્રતિબંધાત્મક ચીજવસ્તુઓની આવ-જા માટે રેલવેલાઇનનાં બાંધકામની સાથે-સાથે ઈરાનનાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતને ઈરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર-પ્રોલિફિરેશન એક્ટ, ૨૦૧૨ હેઠળ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી રાહત આપી છે.

અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે આઠ દેશો-ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને તુર્કીને ઈરાનથી ક્રૂડની અસ્થાયી રાહત આપી છે, કેમ કે તેમણે ઈરાનથી ક્રૂડ ખરીદીમાં મોટો કાપ મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;