અમેરિકી સંસદે કૂતરાં-બિલાડીનાં માંસ પર પ્રતિબંધ મૂકવા ખરડો પસાર કર્યો - Sandesh
  • Home
  • World
  • અમેરિકી સંસદે કૂતરાં-બિલાડીનાં માંસ પર પ્રતિબંધ મૂકવા ખરડો પસાર કર્યો

અમેરિકી સંસદે કૂતરાં-બિલાડીનાં માંસ પર પ્રતિબંધ મૂકવા ખરડો પસાર કર્યો

 | 12:22 pm IST

અમેરિકી સંસદે બુધવારે એક ખરડો પસાર કરીને દેશમાં કૂતરાં-બિલાડીનાં માંસ ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કૂતરાં અને બિલાડીનાં માંસના વેપાર પ્રતિબંધ કાનૂન ૨૦૧૮નું ઉલ્લંઘન કરનારને ૫,૦૦૦ ડોલરનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. સંસદે બીજા એક ખરડામાં ચીન, દક્ષિણ કોરિયા અને ભારત સહિતના તમામ દેશોને કૂતરાં-બિલાડીનાં માંસનો વેપાર બંધ કરવાની અપીલ કરી છે.

કૂતરાં અને બિલાડી મનોરંજનનું માધ્યમ

કોંગ્રેસ સાંસદ ક્લાઉડિયા ટેનીએ કહ્યું કે કૂતરાં અને બિલાડી મનોરંજન માટે હોય છે. પરંતુ દુર્ભાગ્યે ચીનમાં દર વર્ષે એક કરોડ કરતાં પણ વધારે કૂતરાંઓ મારી ખાવામાં આવે છે. તેમણે કહ્યું કે આપણા સમાજમાં આ બધી વસ્તુઓ માટે કોઈ સ્થાન નથી. આ ખરડો અમેરિકી મૂલ્યોને દર્શાવે છે અને તમામ દેશોને એક કડક સંદેશ આપવા માગે છે કે અમે આ અમાનવીય અને ક્રૂર વર્તાવને ટેકો નહીં આપીએ. પ્રસ્તાવમાં વિયેતનામ, થાઇલેન્ડ, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ સરકારોને પણ કૂતરાં અને બિલાડીનાં માંસના વેપાર પર પ્રતિબંધ મૂકનાર કાયદાઓને લાગુ પાડવાની અપીલ કરી છે. એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશને પણ અમેરિકી સંસદના આ બે કાયદાઓનું સ્વાગત કર્યું છે.

દર વર્ષે ૩ કરોડ કૂતરાઓની હત્યા

એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર માર્થીએ એવું કહ્યું કે દર વર્ષે લગભગ ૩ કરોડ કૂતરાઓને મારીને ખાવામા આવે છે. કૂતરાના માંસનો વેપાર કૂતરાના શોષણનું વિશ્વનું સૌથી મોટું સ્વરૃપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન