The US will Supply India with the world's most dangerous F-22 and F-35 Jets
  • Home
  • Featured
  • ચીન-PAKની ખેર નહીં, USની ભારતને સૌથી ખતરનાક F-22 અને F-35 જેટ્સ આપવાની તૈયારી

ચીન-PAKની ખેર નહીં, USની ભારતને સૌથી ખતરનાક F-22 અને F-35 જેટ્સ આપવાની તૈયારી

 | 4:05 pm IST

ભારત અને ચીન વચ્ચે હાલ ભારે તણાવપૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન જ ચીન વિરૂદ્ધ અમેરિકા પોતાની સૈન્ય ભાગીદારીને ભારત સાથે મજબૂત કરવા પર વિચાર કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકી સેનેટમાં એક બિલ રજુ કરવામાં આવ્યું છે. જો તેને મંજૂરી મળી જશે તો અમેરિકા દુનિયાના સૌથી એડવાંસ અને પાંચમી પેઢીના F-22 અને F-35 જેવા એડવાંસ ફાઈટર જેટ્સ ભારતને આપી શકે છે.

આ તમામ ફાઈટર જેટ્સ ઈઝરાયેલ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા માત્ર ગણતરીના દેશો પાસે જ છે જેના અમેરિકા સાથે એકદમ નજીકના અને મજબુત સંબંધો છે.

અમેરિકી સેનેટમાં સંશોધન બિલ પાસ

અમેરિકામાં સત્તારૂઢ રિપબ્લિકન અને વિરોધી ડેમોક્રેટના ટોચના બે સેનેટરોએ ભારત સાથે સૈન્ય સંબંધો મજબુત બનાવવા, ખાસ કરીને પાંચમી પેઢીના યુદ્ધ વિમાનો અને સૈન્ય ક્ષેત્રે સંયુક્ત અનુસંધાન અને વિકાસમાં ઝડપ લાવવા માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ અધિનિયમ (NDAA) 2021 સંશોધન વિધેયક રજુ કરવામાં આવ્યું છે. સંશોધન વિધેયકમાં રક્ષા મંત્રીને અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ અને સંબંધિત ઔદ્યોગિક અને પ્રૌધ્યોગિક અનુસંધાન, વિકાસની તકો અને કર્મચારીઓના આદાન-પ્રદાન પર એક સંક્ષિપ્ત જાણકારી પ્રદાન કરવાની જોગવાઈઓ પણ છે.

સેનેટરોએ રક્ષા મંત્રી માર્ક એસ્પરને પુછ્યો સવાલ

સેનેતર માર્ક વાર્નર અને સેનેટર જોન કૉર્નિને રક્ષા મંત્રી માર્ક એસ્પરને સવાલ કર્યો છે કે, તે એ વાતનું અવલોકન કરે કે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી પર ભારત-અમેરિકા ખાનગી ક્ષેત્રના સહયોગ માટે શું ઈઝરાયેલ-અમેરિકા બોઈનેશનલ ઈંડસ્ટ્રીયલ રિસર્ચ એંડ ડેવલપમેન્ટ ફાઉંડેશન મોડલ બની શકે? વાર્નર પ્રતિનિધિ સભાની ગુપ્તચર બાબતોને શક્તિશાળી સમિતિના ઉપાધ્યક્ષ છે અને કોર્નિન રિપબ્લિકન વ્હિપ છે. આ બંને શક્તિશાળી સેનેટર ઈંડિયા કૉક્સના સહ-અધ્યક્ષ છે.

જો કાયદો પસાર થાય તો માત્ર 180 દિવસની અંદર જ લેવાશે એક્શન

સેનેટર કૉર્નિને એક અન્ય સંશોધનમાં સંરક્ષણ મંત્રીને બિલ પસાર થયા બાદ 180 દિવસની અંદર ભારતને અમેરિકાની પાંચમી પેઢીના યુદ્ધ વિમાન કાર્યક્રમનીએ જાણકારી આપવાનું પણ કહ્યું છે. સંશોધનમાં પેંટાગોનથી કોંગ્રેસ માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે ભલામણ અને બ્રિફિંગમાં શામેલ વિષયો  પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે કારણે ભારત પોતાની પાંચમી પેઢીના યુદ્ધ વિમાનો જાતે જ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

ભારતને ગુપ્ત ડિફેંસ ટેક્નોલોજી આપશે અમેરિકા

ભારતના ટોચના ગુપ્ત અમેરિકી ડિફેંસ ટેક્નોલોજી અને સાધનો પુરા પાડવાના હેતુથી કૉર્નિન અને વોનરે ભારતને ઈઝરાયેલ અને ન્યૂઝિલેન્ડની માફક ‘નાટો પ્લસ દેશો’ની યાદીમાં શામેલ કરવા માટે સંયૂક્ત રૂપે એક અન્ય સંશ્હોધન પણ રજુ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન