The use of beef to seduce the owner of a farm house in Godhra
  • Home
  • Gujarat
  • ગોધરામાં ફાર્મના કંમ્પાઉન્ડના દરવાજા પાસે ગૌવંશનું માંસ નાંખી માલિકને ફસાવાવનો કારસો

ગોધરામાં ફાર્મના કંમ્પાઉન્ડના દરવાજા પાસે ગૌવંશનું માંસ નાંખી માલિકને ફસાવાવનો કારસો

 | 11:23 pm IST
  • Share

ગોધરાના ચિખોદ્રામાં આવેલા ફાર્મહાઉસમાં ગાયનું મંસ નાંખીને ફાર્મ હાઉસના માલિકને ફસાવવાની કોશિશ કરનાર ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે. ફાર્મ હાઉસમાં ગૌમાંસ નાખીને અન્ય પાસે પોલીસને બાતમી અપાવી હતી.

ગોધરાના ચિખોદ્રા તળાવની પાસે સુલતાન અબ્દુલા મલાના ફાર્મના કંમ્પાઉન્ડના દરવાજા પાસે ગૌવંશનું માંસ પડેલ છે. તેવી બાતમી ગોધરાના બી ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર તપાસ કરતાં દરવાજા પાસે 74 કિલો માંસનો જથ્થો મળી આવ્યા હતો. પોલીસ આવતાં ફાર્મ હાઉસના માલિક સુલતાન મલા તથા તેમનો નોકર મોહમદ હનીફ ખંડુ આવી પહોંચીને પોલીસને જણાવેલ કે આ માંસનો જથ્થો અશરફ સિરાજ દોલતી તથા ઓવેશ ઇકબાલ પિત્તળનાઓ નંબર પ્લેટ વગરની એક્ટીવા પર આવીને નાખી ગયા હતા. માંસ નાખતાં સુલતાન મલા તથા તેમનો નોકરે દેખ્યા હોવાની હકીકત પોલીસને જણાવી હતી. માંસ બાબતે પોલીસને જાણ કરતા હતા. તે દરમ્યાન પોલીસ ફોર્મ હાઉસ પર આવી ગઇ હતી. સુલતાન અબ્દુલા મલાનો નોકર મોહમદ હનીફ ખંડુની સાળીને સરકફરાજ સિરાજ દોલતીએ ત્રણ તલાક આપ્યા હતા. 3 તલક બાબતે સામાધાન થવા દેતા નથી તેવો વહેમ રાખીને સુલતાન મલાને અશરફ દોલતીએ ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

પોલીસે માંસના જથ્થાનું પરીક્ષણ વેનેટરી ડોકટર પાસે કરાવતા માંસનો જથ્થો ગાયનું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસે અશરફ સિરાજ દોલતી, ઇરફાન સિરાજ દોલતી તથા ઓવેશ ઇકબાલ પિત્તળનાઓ સામે કલમ 429, 506, 120(બી), 34 તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધીનીયમ-2011 સહિતની કલમનો ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી.

સુલતાન અબ્દુલ મલાનઓની ઉપર ત્રણ તલાક બાબતે સમાધાન થવા દેતા નથી. તેવો વહેમ રાખીને અશરફ સિરાજ દોલતી તથા તેના પરિવારના સભ્યો કોઇ મોટા ગૌમાંસના ગુન્હામાં સંડોવવાની ધમકીઓ આપી હતી. જે બાબતે પોલીસ સ્ટેશનમાં 9/6/2021 ના રોજ અશરફ દોલતી તથા તેના પરીવાર વિરુદ્ધ અરજી પણ આપી હતી.

પોલીસે હાલ ફાર્મ હાઉસમાં ગૌમાંસ નાખનાર આરોપીઓને હાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે માંસ ગાયનું છે તો કટીંગ કયાં કરવામાં આવ્યું હતું. પશુના બીજા અંગો કયા છે. અને કોને ગૌવંશનું કટીંગ કરેલ હતું. આ તમામ મુદ્દાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો