શરદી ખાસીની સમસ્યા ચપટી વગાડતા ગાયબ કરી દેશે દ્રાક્ષનો આ ઉપયોગ - Sandesh
  • Home
  • Health & Fitness
  • શરદી ખાસીની સમસ્યા ચપટી વગાડતા ગાયબ કરી દેશે દ્રાક્ષનો આ ઉપયોગ

શરદી ખાસીની સમસ્યા ચપટી વગાડતા ગાયબ કરી દેશે દ્રાક્ષનો આ ઉપયોગ

 | 3:48 pm IST

જેવી રીતે ઋતૂમાં બદલાવ આવે છે તેવી જ રીતે સ્વાસ્થય સાથે જાડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમ કે શરદી ખાસીની સમસ્યા, જ્યારે ઋતૂ બદલાવાના કારણે વધારે લોકોને શરદી ખાસી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે, એટલા માટે અમે તમારા માટે એવા નુસખા લાવ્યા છીએ કે શરદી ખાસીની સમસ્યાથી છુટકારો અપાવશે.

લીંબૂ અને કાળા મરી-
શરદી ખાસીની સમસ્યામાં લીંબુની સાથે કાળા મરી ખાવા વધુ ફાયદાકારક હોય છે, તે બંનેને મિક્સ કરીને ખાવાથી મગજમાં જામેલો કફ ઢીલો પડીને બહાર નીકળવા લાગશે. એટલા માટે લીંબૂને વચ્ચેથી કાપી લો, પછી તેના અડધા ભાગમાં કાળા મરીનો પાઉડરને છાંટી અને પછી તેને ધીમે ધીમે ચુસતા રહો, આવુ કરવાથી ફટાફટ આરામ મળશે.

દ્રાક્ષ-
દ્રાક્ષનો ઉપયોગ કરવાથી શરર્દી ખાસીની સમસ્યાથી છુટકારો મળી શકે છે, એટલા માટે રાતના સુતા પહેલા દ્રાક્ષને પાણીમાં નાખી છોડી દો, પછી સવારે ઉઠીને તેમાં પાણી નાખીને પીસી લો, ત્યારબાદ એક વાસણમાં થોડૂ પાણી નાખી ગેસ ઉપર રાખી દો પછી પાણી ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ નાખો અને ફરીવાર ઉકળવા દો, ત્યારબાદ તેમાં દ્રાક્ષનું પેસ્ટ નાખી સારી રીતે ઉકળવા દો, હવે તેને આંચ પરથી ઉતારીને ઠંડૂ પડવા માટે રાખી દો. દરરોજ રાતના સુતા પહેલા આ પાણી પીવાથી ખાસીની સમસ્યા દૂર થઇ શકે છે.