ખુશખબર ! હવે 90 દિવસ નહી, 365 દિવસનું લઈ શકશો ઈન્ટરનેટ પેક - Sandesh
  • Home
  • Technology
  • ખુશખબર ! હવે 90 દિવસ નહી, 365 દિવસનું લઈ શકશો ઈન્ટરનેટ પેક

ખુશખબર ! હવે 90 દિવસ નહી, 365 દિવસનું લઈ શકશો ઈન્ટરનેટ પેક

 | 8:41 pm IST

ભારતીય દૂર સંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ મોબાઈલ ડેટા પેકની વેલિડિટીવે વધારીને 365 દિવસ કરવાની મંજૂરી આપી છે. હાલ સુધી મોબાઈલ ડેટા પેકની વેલિડિટી 90 દિવસ હતી. આ નિર્ણય પાછળનો હેતું ઓછા ડેટા વાપરતા ગ્રાહકોને પ્રોત્સાહન આપવા અને ઈન્ટરનેટ યૂઝર્સને આકર્ષિત કરવાનો છે.

વિશેષ ટેરિફ વાઉચર
ટ્રાઈએ કહ્યું કે, નિયામકને ડેટા પૈકની સમયમર્યાદા વધારવાના આગ્રહ મળી રહ્યાં છે. આ વધારાના ટૈરિફ વાઉચર છે જે માત્ર ડેટા લાભ સાથે આવે છે. આ નિર્ણય તેવા ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે જે ઓછી કિંમતમાં વધારે વેલિડિટીવાળું પેક માંગે છે.

અત્યાર સુધી 90 દિવસ સુધીની હતી સમયમર્યાદા
જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીઓ અત્યાર સુધી વધારેમાં વધારે 90 દિવસની વેલિડિટી જ યૂઝર્સને  આપી શકતી હતી. ગ્રાહકને ઈન્ટરનેટ પેકમાં મળેલી વેલિડિટી પૂરી થાય તે પહેલા જ ડેટાનો વપરાશ કરી નાંખવો પડતો હતો, વેલિડિટી ખત્મ થતાની સાથે તમારૂ વધારાનું ડેટા પણ તમારા હાથમાંથી સરકી જતું હતું.  ટ્રાઈએ વિચાર વિમર્શની પ્રક્રિયા બાદ દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ નિયમન (ટીસીપીઆર)માં સંશોધન કરી ડેટાની સમયમર્યાદામાં 90 દિવસથી વધારીને 365 દિવસ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન