The victim claims to have never complained of ragging shardaben hospital
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • NHL રેગિંગકાંડમાં નાટકીય વળાંક : રેગિંગની ફરિયાદ જ કરી નહીં હોવાનો પીડિતાનો દાવો

NHL રેગિંગકાંડમાં નાટકીય વળાંક : રેગિંગની ફરિયાદ જ કરી નહીં હોવાનો પીડિતાનો દાવો

 | 8:38 am IST
  • Share

  • શારદાબેન હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સામે રેગિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

  • કોલેજની એન્ટિ રેગિંગ કમિટી સમક્ષ વિર્દ્યાિથનીએ ફરિયાદ કર્યાનો ઈનકાર કર્યો

શહેરની એનએચએલ મેડિકલ કોલેજની જનરલ સર્જરીની ત્રીજા વર્ષની વિર્દ્યાિથનીએ ગત માર્ચ માસમાં તેને એલોટ કરવામાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં તેના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સામે રેગિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. આ કેસમાં આજે અચાનક નાટકીય વળાંક આવતા પીડિત વિર્દ્યાિથનીને એનએચએલ કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ બોલાવતા તેની સમક્ષ હાજરી થઈ પોતે ફરિયાદ જ કરી નહીં હોવાનું નિવેદન આપ્યું હતું.

એન્ટિ રેગિંગ હેલ્પલાઈન પર ગત તા.19માર્ચના રોજ એનએચએલ કોલેજની પીજીની વિર્દ્યાિથનીએ એસવીપી હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડો.નિરવ શાહ સામે ફરિયાદ કરી હતી. કોલેજના ડીન ડો.ચેરીબેન શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે આજે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ વિર્દ્યાિથની અને ડો.નિરવ શાહને બોલાવ્યા હતા. જેમાં વિર્દ્યાિથનીએ તેણે કોઈ ફરિયાદ કરી નથી તેવું નિવેદન આપ્યું હતું. વિર્દ્યાિથનીએ કહ્યું કે એન્ટિ રેગિંગ હેલ્પલાઈન નહીં પણ અન્ય ક્યાંય પણ ફરિયાદ કરી નથી. જેથી અમે તે જવાબ નોંધીને એન્ટિ રેગિંગ હેલ્પલાઈનને મોકલી આપીશું. વિર્દ્યાિથનીએ ફરિયાદ કરી ન હોય ડો.નિરવ શાહને કંઈ પૂછયું નથી.

ખોખરા સ્થિત આઈઆઈટી-રામમાં 20 કરતા વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોલેજે જ પગલાં લઈને આ વિદ્યાર્થીઓને કાઢી મુક્યા હતા. આ મામલો કોર્ટમાં ગયો ત્યાં પણ રાહત મળી નહોતી. બી.જે. મેડિકલ કોલેજમાં આઠેક વર્ષ અગાઉ રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી તેમાં પણ તપાસ કરીને દોષિત વિદ્યાર્થીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. તો પછી એનએચએલ મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ છતાં છ માસ સુધી કેમ, કશી કાર્યવાહી ના થઈ ? તે તબીબી જગતની સમજની બહારનો મુદ્દો છે.

રેગિંગ જેવા મામલે તબીબી જગતમાં ઊઠેલી શંકાઓ

વિર્દ્યાિથની અને ડોક્ટર વચ્ચે સમાધાન થઈ ગયું ?

શું ડિગ્રી નહીં મળે, આગળ જતા તકલીફ પડશે તેવું કંઈ કહેવાયું હતું ?

જો વિર્દ્યાિથનીએ ફરિયાદ કરી નહોતી તો કોણે કરી ?

તેની પાસે ડો.નિરવ શાહનું નામ ક્યાંથી આવ્યું ?

ક્યા મેઈલ આઈડી પરથી એન્ટિ રેગિંગ હેલ્પલાઈનને ફરિયાદ કરાઈ હતી ?

તો પછી એન્ટિ રેગિંગ હેલ્પલાઈનની સિસ્ટમ ફેઈલ છે ?

રેગિંગ જેવી ઘટનામાં છ માસનો વિલંબ શા માટે કરાયો ?

શું કોઈને હેરાન કરવા માટે ફરિયાદ કરાઈ હતી ?

શું કરિયરની ચિંતા હતી એટલે સમાધાન કરાયું ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો