The village that was submerged 30 years ago suddenly came out
  • Home
  • Featured
  • 30 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલુ ગામ અચાનક બહાર આવ્યું

30 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલુ ગામ અચાનક બહાર આવ્યું

 | 6:40 pm IST
  • Share

  • 30 વર્ષથી પાણીમાં ડૂબેલુ રહેવાથી ત્યાની દરેક ધાતૂને કાટ લાગી ગયો
  • આ ગામના મૂળ રહેવાસીઓ ફરી અહીં મુલાકાત લેવા આવી રહ્યા છે

સ્પેનમાં 30 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલું ગામ ફરી ઉપર આવ્યું છે. આ ગામ 1992માં પૂરના કારણે ડૂબી ગયું હતું. જ્યારે પણ આ વિસ્તારમાં પાણીનું સ્તર ઘણું નીચું આવે છે ત્યારે આ ગામ નજરે પડે છે. તસવીરોમાં આ ગામ હોલીવુડની ફિલ્મના સેટ જેવું લાગે છે. આવો જાણીએ આ ‘ભૂતિયા ગામ’ વિશે.

રિપોર્ટ અનુસાર, આ ગામનું નામ એસેરેડો છે, જે સ્પેનના લોબોઇસ વિસ્તારમાં આવેલું છે. 1992 માં, અહીં રહેતા ડઝનેક પરિવારોને જળાશયનો માર્ગ બનાવવા માટે તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.

વાસ્તવમાં એસેરેડો ગામ પોર્ટુગલના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટના ડૂબ વિસ્તાર હેઠળ આવતું હતું. ત્યાંથી એક દિવસ પાણી છોડવામાં આવ્યું, જેના કારણે લીમિયા નદીનું જળસ્તર અચાનક વધી ગયું. તેના પાણીથી આસપાસના વિસ્તારો ડૂબી ગયા હતા. લિન્ડોસો જળાશયના મુખ પર આવેલું એસેરેડો ગામ પણ આ પૂરના કારણે ડૂબી ગયું હતું.

એસેરેડો ગામ દુનિયા સમક્ષ ફરી દેખાયું

સ્થાનિક પ્રશાસને ગામના લોકોને અન્ય જગ્યાએ શિફ્ટ થવા માટે અપીલ કરી, પરંતુ તેઓ માન્યા નહીં. જે બાદ તેઓને ગામમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગામના સેંકડો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ત્યારથી એસેરેડો પાણીની નીચે છુપાયેલું છે. તે ત્યારે જ સામે આવે છે જ્યારે લિન્ડોસો જળાશયમાં પાણીનું સ્તર ખૂબ નીચું આવી જાય છે. હાલમાં તે સમય ચાલી રહ્યો છે. એસેરેડો ગામ દુનિયા સમક્ષ ફરી દેખાયું છે. કેટલાક લોકો તેને ‘ભૂતિયા ગામ’ પણ કહે છે, કારણ કે તે મોટાભાગે ગુમ (ડૂબમાં) રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો